મુંબઈમાં કવોરન્ટાઈન નિયમો સખ્ત કરાયા: 288 દર્દીના જીનોમ સિકવન્સીંગ રીપોર્ટની રાહ

04 December 2021 05:49 PM
India
  • મુંબઈમાં કવોરન્ટાઈન નિયમો સખ્ત કરાયા: 288 દર્દીના જીનોમ સિકવન્સીંગ રીપોર્ટની રાહ

મુંબઈ તા.4
દેશમાં કર્ણાટકથી અનેક સ્થળે ફેલાયેલ ઓમિક્રોન વેરીએન્ટના મામલે બહારથી આવતા પેસેન્જરો પર બીએમસી (બૃહદ મુંબઈ કોર્પોરેશન) દ્વારા કડક દેખરેખ રખાઈ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ હાઈ રિસ્કવાળા દેશોમાંથી મુંબઈ આવવા પર સાત દિવસનો કવોરન્ટાઈન ફરજીયાત કરાયો છે. બીએમસીએ ઓમિક્રોનના ખતરાને જોતા આ આદેશ આજે જાહેર કર્યો છે. સાથે સાથે એરપોર્ટ પ્રશાસનને પણ ચેતવ્યું છે કે વિદેશથી આવનારા બધા યાત્રીઓની જાણકારી કંટ્રોલરૂમને શેર કરવી પડશે. આ ઉપરાંત મુંબઈના મેયરે જણાવ્યું હતું કે સંક્રમીત લોકો માટે 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રખાઈ છે.

દરમિયાન હાઈ રિસ્ક દેશોમાંથી આવનાર પ્રવાસીઓ હોમ કવોરન્ટાઈન રહે ત્યારે આવા લોકોની હાલત જાણવા દિવસમાં પાંચ ફોન કોલ કરાશે અને તેમની ફીઝીકલી મુલાકાત લેવાશે તેવી બીએમસીએ ગાઈડલાઈન જાહેર કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement