વેબસીરીઝ ‘ઈનસાઈડ એજ-3’: ક્રિકેટની કથામાં અસલી વિવાદોનો અહેસાસ!

04 December 2021 05:49 PM
Entertainment India
  • વેબસીરીઝ ‘ઈનસાઈડ એજ-3’: ક્રિકેટની કથામાં અસલી વિવાદોનો અહેસાસ!

એમેઝોન પ્રાઈમ વિડીયો પર ‘ઈન સાઈડ એજ’ની ત્રીજી સીઝનનો આરંભ

મુંબઈ
એમેઝોન પ્રાઈમ વીડીયો પર લોકપ્રિય વેબ સીરીઝ ‘ઈન્સાઈડ એજ-3’નો (ત્રીજી સીઝન)નો આરંભ થયો છે. દરેક શોની જેમ ‘ઈન્સાઈડ એજ’ ની સીઝન-22ની કથા એક કલીફહેંગરની સાથે પુરી થઈ હતી, જયાં મુંબઈ મેવરિકસ પર બે વર્ષનો બાન લાગ્યો હતો. ભાઈસાહેબે પોતાની જ પુત્રી મંત્રા પાટિલને ફિકસીંગ કેસની આરોપી બતાવી જેલમાં ધકેલાવી હતી, અને ઝરિના મલિકે વિક્રાંત ધવન સાથે હાથ મિલાવ્યો હતો. સીઝન-3ની કથા અહીંથી શરુ થાય છે, જયા ભાઈસાહેબનું ચારે તરફથી સત્યનાશ વળી જાય છે. એક તો વિક્રાંત પાછો આવી ચૂકયો છે અને ઝરીના સાથે મળીને ભાઈસાહેબને જેલમાં મોકલવા દરેક પ્રયાસો કરે છે. બીજી બાજુ ભાઈ સાહેબની દીકરી મંત્રા, જેને તેમણે હવાલાતનું ફ્રીફંડનું પેકેજ લગાવી દીધું હતું તે પણ નારાજ છે.

આ વખતે આ શોમાં ક્રિકેટ પણ પ્રીમીયર લિગમાંથી નીકળીને ઈન્ટરનેશનલ થઈ ગયું છે. ‘ઈન્સાઈ એજ-3’ ને રોચક બનાવે છે તેનું રાઈટીંગ, કરણ અંશુમાન અને નીરજ ઉધવાણીએ આ શોનો સ્ક્રીન પ્લે ક્રિકેટ સાથે જોડાયેલી ઘણી વાસ્તવિક ઘટનાઓની આજુબાજુ ગુંથ્યો છે. શોમાં ક્રિકેટની આજુબાજુ જે ઘટનાઓ બને છે તે કોઈને કોઈ અસલી ક્રિકેટ કોન્ટ્રોવસીની યાદ અપાવે છે. યશવર્ધન પાટીલ ઉર્ફે ભાઈસાહેબના પાત્રમાં આમીર બશીરે બહેતરીન કામ કર્યું છે. સપના પાબ્બી તેની પુત્રી મંત્રનો રોલ કરે છે. વિવેક ઓબેરોય વિક્રાંતની ભૂમિકામાં છે.


Related News

Loading...
Advertisement
Advertisement