વધુ 161 શેરી ફેરીયાઓને લોન મંજૂર : મનપામાં ભીડ

04 December 2021 05:52 PM
Rajkot
  • વધુ 161 શેરી ફેરીયાઓને લોન મંજૂર : મનપામાં ભીડ

બે દિવસમાં કુલ 112 ખાતા પણ ખોલતી બેંકો

રાજકોટ, તા. 4
મ્યુનિ. કોર્પોેરેશનના સભાગૃહમાં ગઇકાલથી શરૂ થયેલા લોન મેળામાં આજે બપોર સુધીમાં વધુ 161 લોકો માટે લોનની પ્રક્રિયા પૂરી કરાયાનું તંત્રએ જણાવ્યું છે.
પીએમ સ્વનિધિ હેઠળ શેરી ફેરીયાઓને પગભર કરવા કેન્દ્ર સરકારની રૂા. 10000ની વર્કિંગ કેપીટલ લોન આપવા યોજના ચાલુ છે. કોઇ સિકયુરીટી વગર આ લોન આપવામાં આવે છે. ગઇકાલે 314 લોન મંજુર થઇ હતી. તો આજે બપોરે પણ ભીડ સાથે આ કામગીરી ચાલુ હતી.

કેમ્પમાં નવા બેન્ક ખાતા, નવી અરજી સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. ગઇકાલે 94 અને આજે વધુ 18 ખાતા ખોલવામાં આવ્યાનું મનપાએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement