આજે અમદાવાદ બાદ સૌરાષ્ટ્રના આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ : શહેરમાં 11 કેસ નોંધાયા

04 December 2021 08:09 PM
Ahmedabad
  • આજે અમદાવાદ બાદ સૌરાષ્ટ્રના આ શહેરમાં નોંધાયા સૌથી વધુ કેસ : શહેરમાં 11 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ : આરોગ્ય તંત્રમાં દોડધામ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.4
ભાવનગર શહેરમાં આજે એકસાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. અમદાવાદ બાદ રાજ્યમાં સૌથી વધુ કેસ આજે ભાવનગરમાં (સૌરાષ્ટ્રમાં સૌથી )વધુ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં છેલ્લા નવ દિવસથી રોજ રોજ કોરોના પોઝિટિવ કેસ નોંધાય નોંધાય છે. આજે શનિવારે તો ભાવનગર શહેરમાં એક સાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા ફરી કોરોના નો ગભરાટ ફેલાયો છે. આજે ભાવનગર શહેરમાં આઠ પુરુષ અને ૩ મહિલા સહીત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભાવનગર શહેરમાં  કોરોના ની સારવાર લઈ રહેલા એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 23 એ પહોંચી છે. ભાવનગર મા છેલ્લા દસ દિવસ દરમિયાન જ કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે.

આજે રાજ્યમાં અમદાવાદ પછી સૌથી વધુ કેસ ભાવનગરમાં નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં સૌથી વધુ Kએસ નોંધાવા પામ્યા છે. કોરોના ના કેસો વધતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.


Loading...
Advertisement
Advertisement