21 વર્ષે ભારતની રૂપસુંદરી હરનાઝ સંધુને શિરે ‘મિસ યુનિવર્સ’નો તાજ

13 December 2021 11:09 AM
India Woman World
  • 21 વર્ષે ભારતની રૂપસુંદરી હરનાઝ સંધુને શિરે ‘મિસ યુનિવર્સ’નો તાજ

* 2000 બાદ 21 વર્ષે ભારતીય સુંદરીને ખિતાબ : જુદા-જુદા દેશોની 75 સુંદરીઓમાં ભારતની હરનાઝે મેદાન માર્યુ : રનર-અપ તરીકે પેરૂગ્વે તથા દક્ષિણ આફ્રિકાની સ્પર્ધક

* મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતની રૂપસુંદરી હરનાઝ સંધુને શિરે પહેરાવાયો છે. પંજાબની હરનાઝે આ ખિતાબ જીતીને 21 વર્ષે ભારતને સૌંદર્યક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવ્યુ છે.

* આ પુર્વે 2000ના વર્ષમાં લારા દતા વિજેતા બની હતી. ઈઝરાયેલમાં યોજાયેલા અને દુનિયાભરમાં લાઈવ ટેલીકાસ્ટ થયેલા ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં ગત વર્ષની વિજેતા મેકસીકોની એન્ડીરાએ હરનાઝને તાજ પહેરાવ્યો હતો. મિસ યુનિવર્સ 2021ના તમામ રાઉન્ડમાં હરનાઝે મેદાન માર્યુ હતું.

એઇલટ (ઇઝરાયેલ),તા. 13
આંતરરાષ્ટ્રીય ફલક પરની સૌંદર્ય સ્પર્ધામાં 21 વર્ષ બાદ ફરી ભારતીય રૂપસુંદરીએ દેશનું નામ રોશન કર્યું છે. 70મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતની 21 વર્ષિય હરનાઝ સંધુ વિજેતા જાહેર થઇ હતી. ભારત તરફથી છેલ્લે 2000ના વર્ષમાં લારા દતાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

ભારતની પંજાબની નિવાસી હરનાઝ સંધુએ ઇઝરાયેલ ખાતે યોજાયેલા ઝાકઝમાળભર્યા કાર્યક્રમમાં મિસ યુનિવર્સ 2021નો તાજ જીત્યો હતો. ગત વર્ષની મિસ યુનિવર્સ મેકસીકોની એન્ડ્રીયા મેઝાએ વિશ્વસ્તરે લાઈવ ટેલીકાસ્ટ કાર્યક્રમમાં હરનાઝને તાજ પહેરાવ્યો હતો.

મિસ યુનિવર્સ 2021માં ફર્સ્ટ રનરઅપ તરીકે પેરુગ્વે તથા સેકન્ડ રનરઅપ તરીકે દક્ષિણ આફ્રિકાની રૂપસુંદરી વિજેતા જાહેર થઇ હતી. મિસ યુનિવર્સ 2021ની સ્પર્ધાના પ્રિલીમીનરી સ્ટેાજમાં વિવિધ દેશોની 75થી વધુ રૂપસુંદરીઓએ ભાગ લીધો હતો. જુદા-જુદા રાઉન્ડમાં શોર્ટલીસ્ટ થવા લાગી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેતા ભારતની દિયા મિર્ઝા પણ પહોંચી હતી જ્યારે ઉર્વશી રૌતેલાએ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. પંજાબના ચંદીગઢમાં રહેતી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. 21 વર્ષિય હરનાઝે મોડેક્ષલીંગ તથા અન્ય સ્પર્ધામાં ભાગ લેવાની સાથોસાથ અભ્યાસમાં રૂચિ યથાવત રાખી હતી. 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો.

ત્યારબાદ મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટારનું બિરુદ મેળવ્યું હતું. 2019માં મિસ ઇન્ડીયામાં સામેલ થઇ હતી પરંતુ ત્યારે ટોપ-12 સુધી પહોંચી હતી. પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતીય સુંદરી અત્યાર સુધીમાં ત્રીજી વખત વિજેતા બની છે. આ પૂર્વે 1994માં સુસ્મીતા સેન તથા 2000માં લારા દતાએ ખિતાબ જીત્યો હતો.

ફાઈનલ રાઉન્ડનો હરનાઝનો આ જવાબ... અને ખિતાબ તેના નામે...
મિસ યુનિવર્સ સ્પર્ધામાં ટોપ-ત્રણમાં પહોંચેલા સ્પર્ધકોને એવો સવાલ કરાયો હતો કે દબાણનો સામનો કરતી મહિલાઓને શું સલાહ આપશો? ત્યારે ભારતની સંધુએ એવો જવાબ આપ્યો હતો કે, તમે પોતે અદ્વિતીય છો તેવુ તમારે પોતે જ માનવુ પડશે અને તેના થકી જ ખૂબસુરતી હાંસલ થશે. બહાર નીકળો, પોતાના માટે અવાજ ઉઠાવો. કારણ કે તમારા જીવનમાં માલિક તમે પોતે જ છો. આ આખરી જવાબે જ સંધુને ખિતાબ અપાવી દીધો હતો.

આ પુર્વે સેમીફાઈનલ વખતે પણ સંધુએ એવો જવાબ આપ્યો હતો કે ‘કયારેક પોતાની હોબી સાથે બાંધછોડ ન કરો. કારણ કે તેનાથી જ તમારુ સ્વપ્ન સાકાર થવાનુ છે. બોલો ઓછુ અને કામ વધુ કરો તેમ પણ કહ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement