પત્નીની સંમતી વગરનો સેકસ એ બળાત્કાર, લગ્નજીવનમાં દાગ: હાઈકોર્ટ

15 December 2021 11:48 AM
Ahmedabad Gujarat Woman
  • પત્નીની સંમતી વગરનો સેકસ એ બળાત્કાર, લગ્નજીવનમાં દાગ: હાઈકોર્ટ

* દેશમાં લાંબા સમયથી ચાલતા કાનૂની-સામાજીક વિવાદમાં ગુજરાત હાઈકોર્ટ નિર્ણાયક વલણ ભણી

* ગુજરાત હાઈકોર્ટ લગ્નજીવનમાં જાતીય સંબંધોમાં બળજબરીને બળાત્કાર ગણવાની રીટ પર મંતવ્ય વ્યક્ત કર્યુ

* કોઈ મહિલા લગ્ન કરીને તેની સેકસ સંમતી અબાધીત સુપ્રત કરતી નથી: કેસમાં રસપ્રદ મંતવ્ય: કેન્દ્ર-રાજયને નોટીસ

અમદાવાદ: લગ્ન જીવનમાં પતિ કે પત્ની એકબીજાની સંમતી વગર સેકસ માટે દબાણ કરી શકે નહી અને ખાસ કરીને પતિ તેની પત્નીની સહમતી વગર સેકસ કરે તો તે ‘રેપ’ કે બળાત્કાર જ ગણાવો જોઈએ તેવી ન્યાયતંત્ર સમક્ષ વારંવાર થતી માંગણી ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટના દ્વારે આવી ગઈ છે અને લગ્ન સંસ્થામાં બળાત્કાર એ આ પવિત્ર સંબંધમાં એક દાગ સમાન છે તેવું જણાવી મેરીટલ રેપને બળાત્કારની જેમ સજાપાત્ર અપરાધ ગણવાની માંગ થઈ છે.

હાઈકોર્ટે પણ આ અરજી દાખવીને એ સ્વીકાર્યુ હતું કે લગ્ન એક પવિત્ર સંબંધ છે. અદાલતે થોડો સંકેત આપતા કહ્યું કે લગ્નથી પતિને તેની પત્ની પર બળાત્કારનો (બળજબરીથી સેકસ) અધિકાર મળી જાય તેવું માનવું એ લગ્ન પર એક દાગ સમાન છે.

આ સુનાવણી સમયે અરજદાર ખાસ કરીને ક્રિશ્ચીયન લગ્ન માટે જે ત્રણ સદી જુના સર મેથ્યુ હેલેના સિદ્ધાંત મુજબ જે રીતે કહેવાયું છે કે લગ્નની પત્ની તેના પતિને જાતીય સંબંધની (નકારી શકાય નહી તેવી પાછી ખેચી ન શકાય તેવી) સંમતી આપે છે અને તેને બળાત્કાર ગણી શકાય નહી તેમ કહેવું આજના સમયમાં ફકત ગેરબંધારણીય જ નથી પણ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે પણ આ માન્યતાને નકારી કાઢી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ નિરલ મહેતા એ આ દલીલ સાથે સંમતી દર્શાવી હતી અને જણાવ્યું કે, આ ફકત ગેરબંધારણીય જ નથી પણ આ પ્રકારના સિદ્ધાંત બકવાસ, અવાસ્તવિક અને આજના સમયમાં અસ્વીકાર્ય છે.

હાઈકોર્ટે વધુ કહ્યું કે, લગ્ન કરીને કોઈપણ મહિલા તેના પતિને બળજબરીપૂર્વક શારીરિક સંબંધનો અધિકાર આપતી નથી. લગ્ન જીવનમાં પવિત્રતા એવો જ છે કે જયારે યુગલ સહમતીથી જ આ પ્રકારના સંબંધ બનાવે છે. શારીરિક સંબંધએ લગ્નજીવનનો એક ભાગ છે પણ પતિ પોતાની ઈચ્છા અને પત્નીની સંમતી વગર તેના માટે ફરજ પાડે તેવું કોઈ અર્થઘટન નથી.

હાઈકોર્ટે એ પણ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે, લગ્ન એ મહિલાનો જાતીય સંબંધમાં સ્વનિર્ધારણનો અધિકાર છીનવી લે છે તેવું માનવુ કોઈ આધાર વગરનું અને બંધારણીય નૈતિકતા વિરોધ છે અને પતિને આવો અધિકાર મળી જાય છે તેમ કહેવું એ પણ લગ્ન સંસ્થા પર એક દાગ છે.

મહિલાના પ્રજોપ્તી અને સ્વઈચ્છીત સેકસ અંગેના અધિકાર અંગે હાઈકોર્ટે કહ્યું. આ એક કુદરતી માનવ અધિકાર છે અને તે દરેક વ્યક્તિમાં આરોપાયેલા છે અને તે અવિભાજય છે. આ અધિકાર ત્યાગી કે સરંડર થઈ શકતા નથી કે કાનૂન તેને માન્યતા આપી શકે નહી અથવા તો મહિલાએ તે હકક ત્યાગી દીધો છે તેવું પણ માની શકાય નહી. આ અંગે હાઈકોર્ટે રાજય અને કેન્દ્ર સરકારને તેનો ન્યાય આપવા નોટીસ પાઠવી તા.19 જાન્યુના વધુ સુનાવણી રાખી છે.


Related News

Loading...
Advertisement
Advertisement