Report : 4 માંથી 1 છોકરીના લગ્ન 18 વર્ષથી નાની વયે જ થાય છે

17 December 2021 11:48 AM
India Woman
  • Report : 4 માંથી 1 છોકરીના લગ્ન 18 વર્ષથી નાની વયે જ થાય છે

* છોકરીઓની લગ્નની વય 18ને બદલે 21 કરવાની તૈયારી વચ્ચે ચોંકાવનારો રીપોર્ટ

* પરિવાર કલ્યાણ મંત્રાલયના રીપોર્ટમાં જ ખુલાસો: 18 વર્ષના કાયદામાં પણ આ સ્થિતિ છે તો ઉંમર વધારાય તો શું થાય? પશ્ચિમ બંગાળમાં તો 48.1 ટકા બાળવિવાહ

નવી દિલ્હી તા.17
દેશમાં છોકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષની કરવાની તૈયારી વચ્ચે એવો ચોકાવનારો રીપોર્ટ જાહેર થયો છે કે 23 ટકા છોકરીઓના વિવાહ 18 વર્ષ કરતા પણ ઓછી ઉંમરે થઈ જાય છે અર્થાત બાળવિવાહ થાય છે.

રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વેના રીપોર્ટ પ્રમાણે ભારતમાં 23.3 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષ કરતા પણ ઓછી ઉંમરે થઈ જાય છે. ગામડાઓમાં આ પ્રમાણ 27 ટકા છે. ચારમાંથી એક છોકરીના લગ્ન 18 વર્ષ કરતા ઓછી ઉંમરે થઈ જાય છે. આ સંજોગોમાં નવ સુચીત કાયદાના ઔચીત્ય સામે પણ નિષ્ણાંતો સવાલ ઉઠાવવા લાગ્યા છે.

રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ સર્વે 2019-2021 દરમ્યાન હાથ ધરાયો હતો. 23.3 ટકા વિવાહીત યુવતીઓએ એમ કહ્યું હતું કે, તેઓના લગ્ન 18 વર્ષ કરતા નાની ઉંમરે થઈ ગયા હતા. આ પ્રમાણ શહેરોમાં 14.7 ટકા તથા ગ્રામીણ ક્ષેત્રમાં 27 ટકા હતું. 2015-16ના સર્વેમાં બાળવિવાહનું પ્રમાણ 26.8 ટકા હતું તેની સરખામણીએ પ્રમાણ થોડુ ઓછુ થયુ હોવા છતાં ઘણુ બધુ ગણી શકાય તેમ છે.

રીપોર્ટમાં એવો ચિંતાજનક નિર્દેશ કરવામાં આવ્યો છે કે કેટલાંક રાજયોમાં બાળવિવાહનું પ્રમાણ વધારે પડતુ છે. પશ્ચિમ બંગાળમાં 48.1 ટકા છોકરીઓના લગ્નો 18 વર્ષથી ઓછી ઉંમરે થઈ જાય છે. બિહારમાં 43.4 ટકા, ઝારખંડમાં 36.1 ટકા છોકરીઓના બાળવિવાહ થાય છે.

દરમ્યાન પોપ્યુલેશન ફાઉન્ડેશન એક ઈન્ડિયાના કાર્યકારી વડા ડો. પુનમ મુતરેજાએ કહ્યું કે, છોકરીઓના લગ્ન સંબંધી કાયદાઓમાં ફેરફાર કરવાને બદલે તેઓને વધુ શિક્ષિત કરવાની જરૂર છે તે સંજોગોમાં આર્થિક રીતે સશક્ત થઈ શકે. સમાજમાં છોકરીઓ માટે સુરક્ષાનું વાતાવરણ પણ પેદા થવુ જોઈએ તો જ નાની ઉંમરમાં લગ્નો અટકાવી શકાશે. સમસ્યાના સમાધાન તલાશવાની જરૂર છે માત્ર કાયદા ઘડવાની સમસ્યાનો હલ ન નીકળી શકે. કાયદાના ડરે લગ્નો ખાનગી રીતે થશે, અટકશે નહી.


Related News

Loading...
Advertisement
Advertisement