હવે સુંદરતાને પણ લાગ્યું સંક્રમણનું ગ્રહણ : મીસ વર્લ્ડ 2021 મુલત્વી રહી

17 December 2021 11:54 AM
India Woman World
  • હવે સુંદરતાને પણ લાગ્યું સંક્રમણનું ગ્રહણ : મીસ વર્લ્ડ 2021 મુલત્વી રહી

ભારતની મનસા વારાણસી સહિત 19 પોઝીટીવ: હવે ત્રણ માસ બાદ સ્પર્ધા યોજાશે

નવી દિલ્હી: કોરોનાનું સંક્રમણ હવે બ્યુટી કોન્ટેસ્ટને પણ અડી ગયુ છે અને કેરેબીયન ટાપુ રાષ્ટ્ર પ્યુઅટો રીકોમાં યોજાયેલી મીસ વર્લ્ડ 2021 સ્પર્ધામાં ભારતની પ્રતિનિધિ મનસા વારાણસી સહિતના સ્પર્ધકો તથા આયોજક સ્ટાફને સંક્રમણની અસર થઈ હતી જે હવે મુલત્વી રહી છે.

આ સ્પર્ધા ગઈકાલે તા.16 ડિસે.ના રોજ યોજાવાની હતી પણ કોરોનાનું ગ્રહણ તેને લાગી ગયુ છે તથા આયોજકોએ જણાવ્યું છે કે, સ્પર્ધક તથા આયોજન સાથે સાથે જોડાયેલા લોકોની આરોગ્ય સલામતી માટે આ સ્પર્ધા મુલત્વી રખાઈ છે અને હવે તે આગામી 90 દિવસમાં પુન: યોજાશે.

ભારતની સ્પર્ધક મનસા અને અન્ય 17 લોકો પોઝીટીવ જાહેર થયા હતા. મીસ ઈન્ડીયા 2020 તરીકે વિજેતા નિવડેલી મનસા વારાણસી વિજેતા બની હતી. હવે જેઓ પોઝીટીવ થયા છે તેઓને આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે અને એક વખત તેઓ સ્વસ્થ થયા બાદ પરત જવાની મંજુરી અપાશે.


Related News

Loading...
Advertisement
Advertisement