Omicron Alert : બિનજરૂરી પ્રવાસ- મનોરંજન મેળાવડા ટાળવા તાકીદ

18 December 2021 11:24 AM
India Travel
  • Omicron Alert : બિનજરૂરી પ્રવાસ- મનોરંજન મેળાવડા ટાળવા તાકીદ

* દેશમાં ફરી 1 વર્ષ અગાઉની કોરોના ગાઈડલાઈનના ભણકારા

* કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ‘સાવધાની’નો સૂર કાઢયો: હાલ 11 રાજયોમાં 101 કેસ પણ નવા વેરીએન્ટની સંક્રમણ ઝડપ ચિંતાજનક બની જશે: નવા વર્ષની ઉજવણી ફિકકી બનશે

નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરીએન્ટના કેસ 101 થતા અને જે રીતે બ્રિટન જેવા દેશમાં એક વખત આ વેરીએન્ટના આગમન પછી ઝડપ વધી તે તેના ભારતમાં આગામી દિવસોમાં ઓમિક્રોનનો પ્રભાવ વધી શકે છે તે જોતા કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે દેશમાં લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા તથા નવા વર્ષ સહિતની ઉજવણી રોકવા માટે એડવાઈઝરી આપી છે.

દેશના 11 રાજયોમાં ઓમિક્રોન વાયરસ ફેલાવા લાગ્યા છે અને તે ઝડપથી સંક્રમીત કરનારો વાયરસ અવનાર હોવાનું વિશ્વમાં નોંધાયા બાદ ભારતે સાવચેત રહેવું જરૂરી છે તેવું કેન્દ્રના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું. જો કે તેઓએ સ્વીકાર્યુ કે દેશમાં કોરોનાના કુલ કેસ 10000થી નીચે રહ્યા છે પણ વિશ્વમાં યુરોપ અને વિશ્વના બીજા ભાગોમાં આ વેરીએન્ટ બહું ઝડપથી ફેલાઈ રહ્યા છે.

દેશના નીતિ આયોગના આરોગ્ય બાબતોના સભ્ય તથા કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડો. વી.કે.પૌલએ ઓમિક્રોનને પારખવા માટે જીનેટીક સિકવન્સના પુરતા સેમ્પલીંગ થઈ રહ્યા છે અને ભારત જીનેટીક સિકવન્સીંગમાં વિશ્વમાં બીજા નંબરનો દેશ છે અને હાલ દેશ તકેદારીના તબકકે છીએ. તેઓએ જણાવ્યું કે યુરોપમાં 80% લોકોને વેકસીનેટ કરાયા હોવા છતાં પણ આ વેરીએન્ટના કેસ વધી રહ્યા છે.

બ્રિટનમાં રોમના કેસ 80000-90000 થઈ રહ્યા છે પણ ભારતમાં ભારતે સાવધાન રહેવું જોઈએ. દેશમાં આ સાથે અનેક રાજયમાં 31 જાન્યુઆરી સુધીના પ્રતિબંધાત્મક આદેશો લાદી દીધા છે અને નવા વર્ષની ઉજવણીમાં પણ હવે બ્રેક આવશે જે નિશ્ચિત છે.


Related News

Loading...
Advertisement
Advertisement