બાળકોને ડેક્સટ્રોમેથાર્ફન ન આપવા આદેશ : દિલ્હીમાં ત્રણ બાળકોના મૃત્યુનું કારણ બહાર આવ્યું

20 December 2021 02:22 PM
Health India
  • બાળકોને ડેક્સટ્રોમેથાર્ફન ન આપવા આદેશ : દિલ્હીમાં ત્રણ બાળકોના મૃત્યુનું કારણ બહાર આવ્યું

નવી દિલ્હી,તા. 20
કેન્દ્ર સરકારે કફ-સીરપની આડઅસરથી ત્રણ બાળકોના મોત બાદ હવે ડ્રગ ઓથોરિટી દ્વારા ચાર વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોને ડેક્સટ્રોમેથાર્ફન સીરપ નહીં આપવા તબીબોને આદેશ કર્યો છે.

દિલ્હીમાં આ સીરપ આપ્યા બાદ ત્રણ બાળકોના મૃત્યુ થયા હતા. અને તેની તપાસમાં આ સીરપની ભૂમિકા બહાર આવી છે. દિલ્હીમાં મહોલ્લા ક્લીનીક વગેરે ચાલુ છે તેમાં કફ-સીરપ તરીકે આ બ્રાન્ડ આપવામાં આવતી હતી જેમાં 16 બાળકોને કલાવતિ શરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્રણ બાળકોએ અંતિમ શ્વાસ લીધા હતા.

સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ કફ-સીરપની ગુણવત્તા યોગ્ય માલુમ પડી નથી. અને તેથી જ તેને તૂર્ત જ માર્કેટમાંથી પણ દૂર કરવા આદેશ અપાયા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય સેવા વિભાગે તેની તમામ મહોલ્લા કલીનીકમાંથી આ ડ્રગ હટાવી લીધી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement