મોદીથી માત્ર 40 થી 50 વર્ષની મહિલાઓ જ પ્રભાવિત: જીન્સ-મોબાઈલવાળી નહી: કોંગ્રેંસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

27 December 2021 03:56 PM
India Woman
  • મોદીથી માત્ર 40 થી 50 વર્ષની મહિલાઓ જ પ્રભાવિત: જીન્સ-મોબાઈલવાળી નહી: કોંગ્રેંસ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

દિલ્હી,તા.27
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહનું વિવાદાસ્પદ નિવેદન કરી એકવાર વાયરલ થઈ રહ્યું છે. દિગ્વિજયસિંહે કહ્યું છે કે મોદીને 40 થી 50 વર્ષની મહિલાઓ પણ પસંદ કરે છે. એટલુ જ નહી તેને વધુમાં કહ્યું કે જેયુવતીઓ મોબાઈલનો ઉપયોગ કરે છે તે મોદીથી પ્રભાવિત નથી મળતી માહિતી મુજબ તેમને ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

આ કાર્યક્રમમાં દિગ્વિજયસિંહ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતાં. તેમને કહ્યું કે પ્રિયંકા ગાંધીએ ખુબજ રસપ્રદ વાત કરી હતી. આ વાત અમારા મગજમાં કયારેય આવી નથી.તે આગળ કહે છે કે પ્રિયંકાએ કહ્યું હતું કે 40 થી 50 વર્ષની મહિલાઓ મોદીથી વધુ પ્રભાવિત છે પરંતુ જે યુવતીઓ જીન્સ પહેરે છે. અને મોબાઈલનો ઉપયોગ કરે છે તે મોદીથી પ્રભાવિત નથી.

આ પહેલા દિગ્વિજયસિંહે ગાય વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. તેમને કહ્યું હતુ કે ગાયનું માસ ખાવાનું ખોટું નથી આમ ગઈકાલે તેમને નિવેદનને લઈને ઘણો વિવાદ થયો હતો. અને ભાજપના નેતાઓએ વાધો પણ ઉઠાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement