પોરબંદર કોર્ટ પાસે ભાઈના મર્ડરના સાક્ષી આધેડ પર ભાણેજ સહિત પાંચનો હુમલો

29 December 2021 01:41 PM
Porbandar Rajkot
  • પોરબંદર કોર્ટ પાસે ભાઈના મર્ડરના સાક્ષી આધેડ પર ભાણેજ સહિત પાંચનો હુમલો

ત્રણેક વર્ષ પહેલાં યુવાનની હત્યા તેમના ભાણેજે કરી હોય કોર્ટની તારીખમાં ભેગા થયા’તા:આધેડને રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ,તા.29
પોરબંદર કોર્ટ પાસે સગાભાઈના મર્ડરના સાક્ષી આધેડને હત્યારા ભાણેજ સહિત પાંચ શખ્સોએ હુમલો કરતા ઘવાયેલા આધેડને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રાણાવાવ પાસે આદિત્યાણામાં રહેતા લખુભાઈ વિરમભાઈ ખૂંટી નામના મેર આધેડ પોરબંદર કોર્ટ પાસે હતા ત્યારે તેમના ભાણેજ જયમલ અને તેમના સાગરીત કેશુ,વિશ્વરાજ જાડેજા,અદિયો અને બાલા ઠાકોર સહિતના શખ્સોએ ધોકા પાઇપ વડે હુમલો કરતા તેઓ રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લખુભાઈએ જણાવ્યું હતું કે,2018માં મારાભાઈ વિરમની હત્યા ભાણેજ જયમલે હત્યા કરી હોય જેનો હું સાક્ષી તરીકે બયાન આપવાનું હોય કોર્ટે ભેગા થતા ત્યાં જયમલ અને તેમના સાગરીતોએ હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement