વજન ઘટાડવા રાઈમાંથી બનાવેલ ખાદ્યપદાર્થ અસરકારક

03 January 2022 12:15 PM
Health India
  • વજન ઘટાડવા રાઈમાંથી બનાવેલ ખાદ્યપદાર્થ અસરકારક

30થી 70 વર્ષની વયના 242થી વધુ વજન ધરાવતા લોકો પર કરાયો અભ્યાસ: રાઈમાંથી બનાવેલ વસ્તુઓ ખાવાથી વજન ઘટયુ

દિલ્હીતા.3
અત્યાર સુધી એવું માનવામાં આવતુ હતું કે ઘઉં અને રાઈમાંથી બનેલા ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. પરંતુ તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે રાઈમાંથી બનેલી વસ્તુઓ વજન ઘટાડવામાં પણ અસરકારક છે. તેમાંથી બનેલી વસ્તુઓને નિયમિત રીતે કાવાના ઘણા ફાયદા છે.

સંશોધન શરીરના વજન અને ચરબી પર અમુક પ્રકારના અનાજની અસરોનું મૂલ્યાંકન કરે છે. રાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતો તે પ્રથમ અભ્યાસ પણ છે. સ્થૂળતા અને વધુ વજન એ વિશ્વના સૌથી મોટા સ્વાસ્થ્ય પડકારો પૈકી એક છે. આ માટે સંખ્યાબંધ વિવિધ પગલાની જરૂર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, અભ્યાસ દરમિયાન રાઈ અને ઘઉંમાંથી બનાવેલી વસ્તુઓ ખાનારા બન્ને જૂથોનું વજન ઓછું થયું.

પરંતુ જે લોકોએ રાઈમાંથી બનાવેલી વસ્તુઓ ખાનારા કરતા સરેરાશ એક કિલોગ્રામ વધુ વજન ઘટયું છે. આ સાથે ચરબી ઓછી થઈ હતી. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં 30થી 70 વર્ષની વયના પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ તાય છે જેનું વજન 242 કિલોથી વધુ હતું. આ દરમિયાન સહયોગીઓને સમાન ઉર્જા વાળા ઘઉંઅને રાઈથી બનેલી વસ્તુઓ નિયમિત પણે એક સરખા પ્રમાણમાં આપવામાં આવી આ સમયગાળા દરમિયાન સહયોગીઓમાં પણ ઘણા ફેરપારો જોવા મળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement