ઓમિક્રોન એટલે 'હળવા લક્ષણો' તેમ ન વિચારો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી; નવો વેરીયેન્ટ અને ડેલ્ટા થી કોરોનાની સુનામી આવી શકે

07 January 2022 01:50 AM
Health World
  • ઓમિક્રોન એટલે 'હળવા લક્ષણો' તેમ ન વિચારો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી; નવો વેરીયેન્ટ અને ડેલ્ટા થી કોરોનાની સુનામી આવી શકે

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વેરિઅન્ટ વિશે કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-19નું આ વેરિઅન્ટ ચોક્કસપણે ઝડપથી ફેલાશે પરંતુ તે ઓછું ગંભીર છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટને હળવાશ થી નહિ લેવો જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ક્લિનિકલ મેનેજમેન્ટમાંથી જેનેટ ડિયાઝે જણાવ્યું હતું કે પ્રારંભિક અભ્યાસ સૂચવે છે કે નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા અને હોંગ-કોંગમાં જોવા મળતા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકો માટે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછું છે. આ એ પણ દર્શાવે છે કે વૃદ્ધો અને યુવાનોમાં આ સંક્રમણ ઝડપથી ફેલાવાનું જોખમ પણ ઓછું છે.

જીનીવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના હેડક્વાર્ટરમાં સંસ્થાના ચીફ ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસે કહ્યું, 'ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછું ગંભીર જણાય છે. ખાસ કરીને એવા લોકોમાં જેમણે રસી લીધી હોય. આનો અર્થ એ નથી કે તેને 'હળવા' તરીકે વર્ગીકૃત કરવું જોઈએ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે ચેતવણી આપી હતી કે જે રીતે સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે, ત્યાં ઓમિક્રોન અને ડેલ્ટાની સુનામી આવી શકે છે. આરોગ્ય સેવાઓ જબરદસ્ત દબાણ હેઠળ હોઈ શકે છે અને સરકારોએ વાયરસને કંટ્રોલમાં રાખવા માટે સખત મહેનત કરવી પડી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement