પોરબંદર-રાણાવાવમાં ભરશિયાળે અષાઢી માહોલ: સવારમાં અર્ધા ઈંચથી વધુ વરસાદ

07 January 2022 11:47 AM
Porbandar Saurashtra
  • પોરબંદર-રાણાવાવમાં ભરશિયાળે અષાઢી માહોલ: સવારમાં અર્ધા ઈંચથી વધુ વરસાદ

તલ-જીરૂ સહિતના ખેતી પાકને નુકસાન: ખેડૂતો ચિંતિત

રાણાવાવ,તા.7
ગાંધીભૂમિ પોરબંદર તેમજ જિલ્લાના રાણાવાવ-જામરાવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલ પલ્ટાને પગલે ભરશિયાળે અષાઢી માહોલ જામેલ છે.જેમાં આજે સવારના અડધા ઈંચ થી વધુ વરસાદ પડી ગયો છે. જેના કારણે માર્ગો પર વરસાદી પાણી માર્ગો પર નિકળી ગયા હતા. તેમજ તલ-જીરૂ સહિતના ખેતીપાકોને મોટું નુકશાન થતા જગતનો તાત ચિંતીન બની જવા પામેલ છે.

પોરબંદર જિલ્લામાં ગઈકાલે પણ વરસાદી છાંટા પડી ગયા હતાં જે બાદ આજે સવારના 9.30 કલાકે મેઘસવારી આવી પહોચતા પોરબંદર તેમજ જિલ્લાના જાજરાવલ, ગોરાણા, બોખલ્લા સહિતના વિસ્તારમાં અડધા ઈંચથી વધુ પાણી પડી જેવા પામેલ હતું.જેના કારણે ખેડૂતોના તલ,જીરૂ, સહિતના ખેતીપાકોને મોટું નુકસાન થવા પામેલ છે.


Related News

Loading...
Advertisement
Advertisement