રાજ્યમાં આંશિક લોકડાઉન પણ નહીં : નાણામંત્રી કનુ દેસાઈની સ્પષ્ટ વાત

07 January 2022 04:12 PM
Surat Government Gujarat Rajkot
  • રાજ્યમાં આંશિક લોકડાઉન પણ નહીં : નાણામંત્રી કનુ દેસાઈની સ્પષ્ટ વાત

ધંધા-રોજગારને અસર નહીં થવા દેવાય : કોરોના સંક્રમણ રોકવાને પ્રાથમિકતા

સુરત, તા. 7
આજે સુરતની મુલાકાતે ગયેલા નાણામંત્રી કનુભાઈફ દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજ્યમાં આંશિક લોકડાઉન લાદવાની સરકારની કોઇ વિચારણા નથી. ફક્ત વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી અપાઇ જાય અને બાળકોને પણ વેક્સિનેટેડ કરી દેવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને થોડા નિયંત્રણો લાદવામાં આવશે.

રાજ્યમાં કોરોનાની ગાઇડલાઈનનો આજે અંત આવી રહ્યો છે અને સાંજે કોર ગ્રુપની બેઠકમાં નવા નિયંત્રણો અંગે નિર્ણય થશે પરંતુ શ્રી દેસાઈએ સંકેત આપ્યો કે રાજ્યમાં ધંધા-વેપાર અને રોજગારને અસર ન થાય તે જોવા સરકાર આતુર છે ઉપરાંત કોરોનાનું સંક્રમણ ન વધે તે પણ જોવા માગે છે.

આથી કર્ફયુમાં વધારો અને જાહેર સમારોહમાં સંખ્યા નિયંત્રણ, હોટલ-રેસ્ટોરામાં ક્ષમતાથી ઓછા લોકોને આવકાર આ તમામ પ્રકારના નિયંત્રણો આવશે.જેની જાહેરાત આજ સાંજ સુધીમાં થઇ જશે.


Related News

Loading...
Advertisement
Advertisement