બ્રિટન બાદ હવે મુકેશ અંબાણીએ 728 કરોડમાં ખરીદી ન્યૂયોર્કની લક્ઝરી હોટલ, એક વર્ષની અંદર આ બીજી હોટલ ખરીદતું રિલાયન્સ ગ્રુપ

09 January 2022 01:14 PM
Business India Travel World
  • બ્રિટન બાદ હવે મુકેશ અંબાણીએ 728 કરોડમાં ખરીદી ન્યૂયોર્કની લક્ઝરી હોટલ, એક વર્ષની અંદર આ બીજી હોટલ ખરીદતું રિલાયન્સ ગ્રુપ

મુંબઈ / ન્યુયોર્ક :
દેશના સૌથી અમીર વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ એક વર્ષથી ઓછા સમયમાં વધુ એક મોટી હોટેલ ખરીદી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ આઈકોનિક ન્યૂયોર્ક લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલને (Mandarin Oriental) 728 કરોડ ($98.1 મિલિયન)માં હસ્તગત કરવાની જાહેરાત કરી છે.

2003માં બનાવવામાં આવેલી, મેન્ડરિન ઓરિએન્ટલ એ 80 કોલંબસ સર્કલ સ્થિત આઈકોનિક લક્ઝરી હોટેલ છે. સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બરાબર બાજુમાં સ્થિત હોટલ રિલાયન્સ દ્વારા હસ્તગત કરતા એક વર્ષથી ઓછા સમયમાં આઈકોનિક હોટેલ આ બીજી ખરીદી છે. મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે. રિલાયન્સે જણાવ્યું હતું કે, ટ્રાન્ઝેક્શન માર્ચ 2022ના અંત સુધીમાં થવાની અપેક્ષા છે અને તે અમુક પરંપરાગત નિયમનકારી અને અન્ય મંજૂરીઓ અને કેટલીક અન્ય શરતોના સંતોષને આધીન છે.

રિલાયન્સ હાલમાં મુંબઈમાં કન્વેન્શન સેન્ટર્સ, હોટેલ્સ અને મેનેજ્ડ એકોમોડેશન વિકસાવવા સિવાય EIH લિમિટેડમાં રોકાણ કરે છે. RIIHL 73.37 ટકા હિસ્સાના પરોક્ષ સંપાદન માટે ઉપયોગમાં લેવાતા સમાન મૂલ્યાંકનના આધારે બાકીના 26.63 ટકા હસ્તગત કરશે.

ગયા વર્ષે સ્ટોક પાર્ક, બ્રિટનની પ્રથમ આઈકોનિક કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ, £57 મિલિયન પાઉન્ડમાં રૂ. 592 કરોડમાં ખરીદી હતી .

અંબાણીએ હોટેલ ઉદ્યોગમાં પગ મુક્યો
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યા છે. અગાઉ તેણે લંડનનું કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક ખરીદ્યો હતો. તે જ સમયે, તેણે હવે ન્યૂયોર્કની લક્ઝરી મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદી છે.

તમને જણાવી દઈએ કે સ્ટોક પાર્ક યુરોપનો સૌથી પોશ ગોલ્ફ કોર્સ છે. જો તમે હોલીવુડની ફિલ્મો જોશો તો અહીં ડઝનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. બકિંગહામશાયરમાં સ્ટોક પાર્ક 300 એકરમાં ફેલાયેલો છે. તેમાં રહેવા માટે 49 બેડરૂમ છે. આ સિવાય સ્પા, સ્વિમિંગ પૂલ, ફિટનેસ ક્લબ, જીમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સ્ટોક પાર્કનો ઈતિહાસ લગભગ 900 વર્ષ જૂનો છે, પરંતુ 1908 સુધી તેનો ઉપયોગ ખાનગી રહેઠાણ તરીકે થતો હતો. આ પાર્કમાં આવેલ લક્ઝુરિયસ વિલા જેમ્સ વ્યાટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement