ગુજરાતમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરતા ૧૦ પાકિસ્તાનીઓ ઝડપાયા : પોરબંદર પૂછપરછ માટે લઈ જવાયા

09 January 2022 01:47 PM
Porbandar Gujarat
  • ગુજરાતમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરતા ૧૦ પાકિસ્તાનીઓ ઝડપાયા : પોરબંદર પૂછપરછ માટે લઈ જવાયા

પાકિસ્તાનની 'યાસીન' બોટ ભારતમાં ઘુસી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડએ ઝડપી લીધી : ગત મોડી રાતનું ઓપરેશન

પોરબંદર : કોસ્ટગાર્ડ દ્વારા ગુજરાતના દરિયાકિનારેથી 10 જેટલા પાકિસ્તાની નાગરીકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બધાજ પાકિસ્તાની બોટમાં સવાર હતા જે બોટનું નામ યાસીન હોવાનું સામે આવ્યું છે. ગતરોજ રાત્રીના સમયે કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરીને આ દરેકને દબોચી લેવામાં આવ્યા અને હાલ આ દરેકને પોરબંદર પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.

આ પહેલી વખત નથી બન્યુ કે કોઈ પાકિસ્તાની બોટ ઝડપાઈ હોય આ પહેલા પણ ગત વર્ષે સપ્ટેમ્બરમાં એક બોટ પકડાઈ હતી જેમા પાકિસ્તાનના 12 નાગરીકો ઝડપાયા હતા. ત્યારે આ વખતે બીજી વખત આ રીતે પાક નાગરીકો આપણા દેશમાં ઝડપાયા છે.
પાકિસ્તાની બોટ ભારતીય જળસીમા ની ૬-૭ માઈલ અંદર આવી પહોંચી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ ની શિપ જોતા તેઓ ભાગવાની કોશિશ કરી હતી પરંતુ ઝડપાઈ ગઈ. આ સાથે જ ૨૦૦૦ કિલો માછલી અને ૬૦૦ લીટર ઇંધણ ઝડપ્યું હતું. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન કોઈની પાસે દસ્તાવેજી પુરાવા ન હતા તેથી પોરબંદર લેવાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement