વડોદરામાં લોકગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન

10 January 2022 04:14 PM
Vadodara Rajkot
  • વડોદરામાં લોકગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન

રાષ્ટ્રમાતા જીજાઉં પુરસ્કાર સમારોહમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સન્માનિત કરાયા

રાજકોટ,તા.10
ગુજરાતના લોકસંગીતના લોકગાયક કીર્તિદાન ગઢવી એ અમેરિકા ની ધરતી પર ગુજરાત ની દીકરીઓ ના અભ્યાસ અને આરોગ્ય અર્થે લાડકી પ્રોજેક્ટ કર્યો છે તેની સરાહના ઠેર ઠેર થઇ રહી છે ત્યારે સયાજી નગરી વડોદરા માં કિર્તીદાન ગઢવી નું આ સામાજિક દાયિત્વ નું સન્માન કર્યું છે

વડોદરા ની છત્રપતી શિવાજી સહકારી મંડળી દ્વારા દેશ ની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઅને તેમના પરિવાર ને સન્માનિત કરવાનો કાર્યક્રમ શનિવારે મેડિકલ કોલેજ ના ઓડોટોરીયમ માં મહેસુલમઁત્રી રાજેન્દ્ર ત્રિવેદી ની અધ્યક્ષતા માં યોજાયો હતો જેમાંસ્વાતંત્ર્ય સેનાની પરિવાર સાથે ગુજરાત ના લોકસંગીત ના ગૌરવરૂપ લોકગાયક કીર્તિદાન ગઢવી નું મહેસુલ મઁત્રી રાજેન્દ્ર ત્રિવેદી ના હસ્તે રાષ્ટ્રમાતા જિજાઉ પુરુસ્કાર અને સ્મૃતિચિહ્નન થી ખાસ સન્માન કરાયું હતું.

કીર્તિદાન ગઢવી એ તાજેતર માં અમેરિકા ની ધરતી પર ગુજરાત ની દીકરીઓ ના અભ્યાસ અને કુપોષિત સહીત આરોગ્ય ની ચિંતા કરી અને લાડકી પ્રોજેક્ટ કરી આ કાર્ય કરવાનો સંકલ્પ લેતા કીર્તિદાન ગઢવી નું વડોદરા આ સામાજિક દાયિત્વ ને બિરદાવી ખાસ સન્માન કરાયું હતું આ તકે લોકગાયક કીર્તિદાન ગઢવી એ પણ આ સન્માન ના પ્રતિભાવ માં જણાવ્યું હતું કે મારું લાડકી નું એક ગીત કેવું કામ કરે છે તેનો આ દાખલો છે તેથી જ ગુજરાત ની દીકરીઓ ના અભ્યાસ હોઈ આરોગ્ય ની બાબત માં મારે સૌ નો સાથ લઇ કામ કરવું છે તેમાં ગુજરાત અને દેશ વિદેશ ના લોકો નો સહકાર મળશે તેવી ખાત્રી છે.


Related News

Loading...
Advertisement
Advertisement