ચાર રાશીઓને અસર : મકરસંક્રાંતિથી બુધ ગ્રહ વક્રી થશે : માહિતી

11 January 2022 10:03 AM
Dharmik
  • ચાર રાશીઓને અસર : મકરસંક્રાંતિથી બુધ ગ્રહ વક્રી થશે : માહિતી

વર્ષમાં બુધ ગ્રહ ત્રણ વખત વક્રી બનતો હોય છે, 2022માં બુધ પ્રથમવાર વક્રી થશે : તા. 14 જાન્યુ.થી તા. 4 ફેબ્રુ. સુધી મકર રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે. જયોતિષના આધાર પર જ અવસરે સાંભળવા મળે કે આજ ગ્રહ ગોચર કરી રહ્યો છે અથવા રાશિ પરિવર્તન કરી રહ્યો છે.

જયોતિષ શાસ્ત્રમાં ગ્રહ, ભાવ, નક્ષત્ર, રાશિની સ્થિતિ અનેક પ્રકારના પ્રભાવોને જન્મ આપનાર હોય છે. જાતક પર તે બધાનો કોઇ ન કોઇ રૂપે અસર પડે છે. જાતકના જીવનમાં આવનારા ચઢાવ-ઉતારમાં ગ્રહોની સ્થિતિ તથા દશાનો સંબંધ અસરદાર હોય છે.

જયોતિષની દ્રષ્ટિમાં સૂર્યથી લઇને રાહુ કેતુ સુધીના દરેક ગ્રહોની પોતાની ગતિ છે. પોતપોતાની ગતિને અનુસાર જ બધા ગ્રહ રાશિચક્રમાં ગમન કરવામાં અલગ અલગ સમય લે છે.

બુધ ગ્રહ વર્ષમાં ત્રણ વાર વક્રી થાય છે. સાલ 2022માં બુધ પ્રથમવાર વક્રી થશે, તેની પ્રથમ વક્રી ચાલની અવધિ 21 દિવસની રહેશે. તા. 14 જાન્યુ.થી તા. 4 ફેબ્રુ. સુધી મકર રાશિમાં વક્રી અવસ્થામાં રહેશે. આ સ્થિતિમાં ચાર રાશિના જાતકોના કષ્ટ વધવાની સંભાવના છે. અહીં ચાર રાશિના જાતકોનું ફળકથન પ્રસ્તુત છે.

મેષ રાશિ
મેષ રાશિ દશમો ભાવ અર્થાત કેરીયર, નામ તથા યશના ભાવમાં બુધ ગ્રહ વક્રી થશે. એવામાં મેષ રાશિના જાતકોને પોતાની કારકીર્દીને લઇને જૂન નીતિ પર કામ કરવું જોઇએ તેમજ કાર્યક્ષેત્રમાં વધારાની જવાબદારીઓનો બોજ વધવાની સંભાવના છે. ઓફિસમાં જે કંઇપણ કાર્ય આપવામાં આવે તે સમયસર પુરૂ કરવાનો પ્રયાસ કરવો. અન્યથા જાતક માટે નુકસાનકારક સાબિત થવાની શકયતા છે. મેષ રાશિના જાતકો 21 દિવસો સુધી કોઇપણ પ્રકારના વાદ વિવાદથી દુર રહેવું.

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોના નવમા ભાવમાં બુધ ગ્રહ વક્રી થશે. આ દરમ્યાન કોઇપણ કાર્ય સમજી વિચારીને કરવામાં આવે તો સારૂ રહેશે. સ્વાસ્થ્ય માટે સાવધાની રાખવી તથા આર્થિક મામલાઓમાં સતર્ક રહેવાની જરૂર છે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને પાંચમા ભાવમાં બુધ વક્રી થવાથી પોતાના પ્રિયજન સાથે મતભેદ હોઇ શકે છે. એવામાં કોઇ ત્રીજાની દખલઅંદાજી કરવા દેશો નહિ, સંબંધો માટે સાવધાની પણ વરતવી, પારિવારિક વાદવિવાદથી બચવાની જરૂર છે. ક્ધયા રાશિના જાતકોને ઉતાવળે કોઇ નિર્ણય લેવા હિતકારક નથી.

વૃશ્વિક રાશિ
વૃશ્વિક રાશિના જાતકોને ત્રીજા ભાવમાં બુધ વક્રી થશે જેના કારણે યાત્રા દરમ્યાન પરેશાની આવી શકે છે. એટલા માટે સાવધાન રહેવું જરૂરી છે. તેમજ ઓફિસના કામકાજમાં પણ સાવધાની રાખવી પડશે.


Related News

Loading...
Advertisement
Advertisement