જસદણમાં ઇલેક્ટ્રોનિક્સ એસો.ની બેઠક મળી

11 January 2022 12:54 PM
Jasdan
  • જસદણમાં ઇલેક્ટ્રોનિક્સ એસો.ની બેઠક મળી

જસદણ,તા.11
જસદણ તાલુકા ઇલેક્ટ્રોનિક્સ એસોસીએનની એક બેઠક તાજેતરમાં મળી હતી. જસદણ તાલુકાના આટકોટ મુકામે સોમનાથ ફાર્મ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ધંધાના આધુનિકર બાબતે તેમજ આ ધંધામાં આવતા વિવિધ પ્રશ્ર્નોે અને તેના ઉકેલ બાબતે ચર્ચા કરવામાં આવી હતું. ત્યાર બાદ વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવેલ હતા. સાથે કોરોનાની વધતી મહામારીમાં પોતાની દુકાન પર ખુબજ સાવચેતી સાથે પોતાનું અને પરિવારનું તથા ગ્રાહકોનું ધ્યાન રાખી સંક્રમણથી બચવા બાબતે ચર્ચા કરવામાં આવેલ અંતમાં તમામ સભ્યોએ સાથે મળીને ભોજન લીધા બાદ આઈસ્ક્રીમ સાથે બેઠક પુરી થઈ હતી.

આ બેઠકમાં ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ના પ્રમુખ પંકજભાઈ ચાંવ, મંત્રી દિલીપભાઈ કલ્યાણી,ઉપપ્રમુખ વિનુભાઇ રામાણી, ખજાનચી નરેશભાઈ મહેતા સહિતના જસદણ શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ટેક્નિસનભાઈ ઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા. (તસવીર: ધર્મેશ કલ્યાણી (જસદણ)


Loading...
Advertisement
Advertisement