વોડાફોનને ઉગારી લેતી કેન્દ્ર સરકાર; 35.8 ટકા શેર હિસ્સો ખરીદશે

11 January 2022 03:15 PM
India Technology
  • વોડાફોનને ઉગારી લેતી કેન્દ્ર સરકાર; 35.8 ટકા શેર હિસ્સો ખરીદશે

* ખાનગી ટેલિકોમ કંપનીને ઉગારવાની પ્રથમ ઘટના

* કંપની પાસે સરકારના રૂા.70 હજાર કરોડથી વધુની રકમના લેણાના બદલામાં કંપની ઈક્વિટી ફાળવશે

નવીદિલ્હી, તા.11
કેન્દ્ર સરકારે એક મહત્વના પગલાંમાં સતત નાણાકીય મુશ્કેલીમાં પસાર થઈ રહેલી ખાનગી ક્ષેત્રની મોબાઈલ કંપની વોડાફોન-આઈડિયામાં 35.8 ટકા શેર હિસ્સો મેળવી લેશે. કેન્દ્ર દ્વારા વોડાફોન પાસે સ્પેકટ્રમ ફી તથા તેના વ્યાજ અને એડજેસ્ટ ગ્રોસ રેવન્યુની રૂા.58,254 જેવી જંગી રકમ બાકી છે અને વોડાફોન અત્યાર સુધીમાં ફકત રૂા.7,854 કરોડ ચૂકવી શકી છે.

જ્યારે રૂા.16 હજારનું વ્યાજ પણ કંપનીએ ચૂકવવાનું છે અને તે જોતા વોડાફોન આ રકમ ચૂકવી નહીં શકે તે નિશ્ચિત થતા ગઈકાલે વોડાફોન-આઈડિયાની એક બોર્ડ બેઠકમાં સરકારને આ રકમના બદલામાં શેર ઈસ્યુ કરી દેવા નિર્ણય લેવાયો હતો અને આ રીતે વોડાફોનમાં કેન્દ્ર સરકાર સૌથી મોટી શેર હોલ્ડર બની જશે અને કંપનીનો 35.8 ટકા હિસ્સો સરકાર પાસે ચાલ્યો જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર જો કે લાંબાગાળે કંપનીને રિવાઈવ કરીને બાદમાં તેનું ડિસ ઈન્વેસ્ટમેન્ટ કરી નાખશે પરંતુ દેશની ત્રીજા નંબરની મોબાઈલ કંપનીનું અસ્તિત્વ બચાવવા આ જરૂરી હતી. જો કે સરકાર વોડાફોનમાં 5-જી સેવા માટે મૂડી રોકશે કે પ્રમોટર નવી મૂડી લઈ આવશે તે અંગે હજુ નિશ્ર્ચિત નથી.


Related News

Loading...
Advertisement
Advertisement