સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિશેષ શણગાર

12 January 2022 12:32 PM
Botad Dharmik
  • સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિશેષ શણગાર
  • સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને વિશેષ શણગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાદાને ધનુર્માસ મંગળવાર નિમિતે તા.11ના પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલો તેમજ ખજુરીના પાંદ વડે વિશેષ દિવ્ય શણગાર ધરાવી મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા તેમજ શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) કરવામાં આવેલ. પવિત્ર ધર્નુમાસ દરમિયાન દાદાના મંદિરના પટાંગણમાં વિશ્ર્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 9થી 12 અને સાંજે 3થી6 કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે તથા મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભકતોએ ઓનલાઇન યુટયુબ ચેનલ દ્વારા આ દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતાનો અનુભવ કરેલ.


Related News

Loading...
Advertisement
Advertisement