જસદણમાં પાણીના ધોરીયા મામલે મુકેશભાઈ કોળીને પિતા પુત્રએ મારમાર્યો

12 January 2022 12:37 PM
Jasdan Crime
  • જસદણમાં પાણીના ધોરીયા મામલે મુકેશભાઈ કોળીને પિતા પુત્રએ મારમાર્યો

યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો:આરોપીઓએ જતા-જતા કહ્યું આજે તું બચી ગયો હવે ધોરીયામાં પાણી નાખીશ તો જાનથી મારી નાખીશું

રાજકોટ, તા.12
જસદણના ગોખલાણામાં રહેતા મુકેશભાઈ ધીરુભાઈ બેરાણી(કોળી)(ઉ.વ.30) નામના યુવાને ફરિયાદમાં તેમના જ કૌટુંબિક ધનજી પંચા બેરાણી અને સુરેશ ધનજીનું નામ આપતા તેઓની સામે મારકુટ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

મુકેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરીવાર સાથે રહુ છુ ખેતમજુરી કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મારે સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. જેમા સૌથી મોટી દીકરી જાનવી છે તેનાથી નાનો દીકરો માનવ છે અને ગોખલાણા ગામની મોદડીયા વિસ્તારમાં અઢી વિઘા જેટલી જમીન આવેલ છે અને બાજુમા એક શેઢે ધનજીભાઈ પાંચાભાઈ બેરાણીની વાડી આવેલ છે.

તા.10/01 ના સાંજના ચારેક વાગ્યાના અરસામા હુ મારી વાડીએ હાજર હતો અને મારી પત્ની પણ વાડીએ હાજર હોય તે દરમ્યાન ધનજીભાઈ પાંચાભાઈ બેરાણી તથા તેનો દીકરો સુરેશ ધનજીભાઈ બેરાણી બંને મારી પાસે આવેલ અને ધનજીભાઈના હાથમાં લાકડી હતી અને આ બન્ને જણા મને મને કહેલ ધોરીયામા પાણી કેમ હાકો છો જેથી મે કહેલ કે ધોરીયા મારા પડામા બનાવેલ છે.

જેથી હું પાણી ધોરીયામા હાકુ છુ.તેમ કહેતા આ બન્ને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મને જેમફાવે તેમ ભુડી ગાળો આપવા લાગતા મે ગાળો દેવાની ના પાડતા ધનજીભાઈ એ પોતાના હાથમા રહેલ લાકડી મને માથામા એક ઘા મારેલ અને લોહી નિકળવા લાગેલ અને હુ પડી જતા આ બનેએ મને ઢીકાપાટૂનો માર મારવા લાગેલ જેથી મારા પત્ની અને પિતા વચ્ચે પડતા તેઓએ કહ્યું કે આજે તો તુ બચી ગયેલ છે હવે ધોરીયામા પાણી હાકીશ તો તને મારી નાખીશુ તેવી ધમકી આપી જતા રહેલ હતા ત્યારબાદ મને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement