સેન્સેક્સ ફરી 61,000ને વટાવી ગયો

12 January 2022 12:50 PM
Business India
  • સેન્સેક્સ ફરી 61,000ને વટાવી ગયો

કોરોના કાળ વચ્ચે પણ શેરબજારમાં તેજીનો દોર યથાવત : નિફટીમાં 135 પોઇન્ટનો ઉછાળો

મુંબઇ,તા. 12
દેશમાં કોરોનાની લહેર વચ્ચે પણ શેરબજારમાં તેજી અકબંધ હોય તેમ આજે પણ સેન્સેક્સમાં અંદાજીત 500 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો અને સેન્સેક્સ 61,000ની સપાટીને વટાવી ગયો હતો. શેરબજારમાં આજે શરુઆત ગેપઅપ થઇ હતી. વિશ્ર્વ બજારોની તેજી, બજેટમાં આર્થિક ઉદારીકરણના પગલા આવવાનો આશાવાદ, કોર્પોરેટ કંપનીઓના અફલાતૂન પરિણામો સહિતના કારણોથી માર્કેટનો મૂડ સારો રહ્યો હતો. મોટાભાગના હેવીવેઇટ શેરો ઉછળ્યા હતા. રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, હિન્દાલકો, બજાજ ફીન સર્વિસ, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઇ બેન્ક, એક્સીસ બેન્ક સહિતના શેરોમાં ઉછાળો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 478 પોઇન્ટના ઉછાળાથી 61,095 સાંપડયો હતો જે ઉંચામાં 61,104 તથા નીચામાં 60,850 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 130 પોઇન્ટના ઉછાળાથી 18,186 સાંપડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement