મોવીયાની બેંક સાથે છેતરપીંડીની ઘટનામાં ત્રણ આરોપીના જામીન મંજૂર

12 January 2022 01:05 PM
Gondal
  • મોવીયાની બેંક સાથે છેતરપીંડીની ઘટનામાં ત્રણ આરોપીના જામીન મંજૂર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા.12
ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા દંપતિ સહિત ત્રણ શખ્સોએ જમીન પર બેંકમાંથી રૂપિયા 47 લાખની લોન લીધા બાદ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરતાં ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ એ ત્રણે આરોપીઓના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા નટવરલાલ જીવાભાઈ ભાલાળા, શર્મીલાબેન નટવરલાલ ભાલાળા અને નરેન્દ્ર જીવાભાઈ ભાલાળા સહિતના શખ્સોએ પોતાની સંયુક્ત જમીન મિલકત ગીરો મૂકી બેંકમાંથી રૂપિયા 47 લાખની લોન લીધી હતી બેંકમાં દસ્તાવેજ હોય તેમ છતાં આ મિલકત પર બાંધકામ કરી દુકાનો બનાવી જુદી જુદી વ્યક્તિઓને વેચાણ કરી બેંક સાથે રૂ 71.43 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાયા બાદ ત્રણેય આરોપીઓ એ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષે વકીલોની દલીલો સાંભળી કોર્ટ જજમેન્ટ ધ્યાને લઇ આ દંપતી સહિત ત્રણેય ને પંદર પંદર હજારના આગોતરા જામીન મંજુર કર્યા હતા આરોપી પક્ષે એડવોકેટ પરેશ રાવલ ભાવેશ ચોલેરા રોકાયા હતા.


Loading...
Advertisement
Advertisement