ગોંડલની શોભા વધારતા વૃક્ષોનું આડેધડ નિકંદન

12 January 2022 01:17 PM
Gondal
  • ગોંડલની શોભા વધારતા વૃક્ષોનું આડેધડ નિકંદન

ગોંડલ : તા.ગોંડલ ના સ્વપનદર્ષ્ટા મહારાજા સર ભગવતસિહજી વૃક્ષ પ્રેમી રાજવી હતા.શહેર મા અનેક સ્થળોએ મહારાજા ની યાદગારી સમા ઘેઘુર વૃક્ષો હજુ અડીખમ ઉભા છે.પરંતુ જુની ધરોહર નુ નામો નિશાન મીટાવવુ હોય તેમ શહેર ની સાન સમા વૃક્ષો આડેધડ કપાઇ રહ્યા હોય અને ખુદ નગપાલીકા તંત્ર મંજુરી આપતુ હોય લોકો મા રોષ ફેલાયો છે. શહેરના ત્રણ ખુણીયા રોટરી સર્કલ પાસે બેથી ત્રણ ઘેઘુર વૃક્ષોનું નિકંદન કઢાયુ છે. વૃક્ષ કાપવા માટેના કારણોમાં કોઈની દુકાન,નવા બનતા બિલ્ડીંગ કે હોર્ડીંગ ને વૃક્ષ નડતર રૂપ બનતા હોવાનુ સુત્રો એ જણાવ્યુ હતુ. વૃક્ષોના જતનને બદલે નિકંદનનું કૃત્ય ચર્ચાસ્પદ બનવાં પામ્યુ છે.(તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય - ગોંડલ)


Loading...
Advertisement
Advertisement