ભીમાસર (કચ્છ)ની સીમમાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા: રૂ। લાખનો મુદ્દામાલ કબ્જે

12 January 2022 01:33 PM
kutch
  • ભીમાસર (કચ્છ)ની સીમમાં જુગાર રમતા પાંચ શકુનિઓ ઝડપાયા: રૂ। લાખનો મુદ્દામાલ કબ્જે

ભચાઉ,તા.12
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપવામાં આવેલ હોઈ જે અન્વયે એલ.સી.બી.ની ટીમ પ્રોહી/જુગારનાં કેસો શોધવા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભીમાસર ગામની સીમમાં આવેલ લૂઈસ કંપનીની પાછળના ભાગે આવેલ બાવળની ઝાડીમાં રેઈડ કરી ગંજીપત્તોથી રૂપિયાની હારજીતનો જુગાર રમતા પાંચ ઈસમો રફીક હનીફ કોરેજા, સુમાર ઓસમાણ, જાહીદખાન, ગોરધન મકવાણા તથા દિનેશ મુનેશા વગેરે 3,37,100ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.


Loading...
Advertisement
Advertisement