વોડાફોન-આઈડીયાનું સંચાલન સરકાર નહીં કરે : કંપની સ્વતંત્ર જ રહેશે

12 January 2022 02:44 PM
India Technology
  • વોડાફોન-આઈડીયાનું સંચાલન સરકાર નહીં કરે : કંપની સ્વતંત્ર જ રહેશે

કંપનીના બોર્ડમાં પણ સરકારના કોઇ પ્રતિનિધિ નહીં હોય : ફક્ત બેઇલઆઉટનો જ ઉદેશ્ય : ભવિષ્યમાં શેરમૂડી છૂટી કરશે

નવી દિલ્હી,તા. 12
દેશમાં ટેલિકોમ ક્ષેત્રની હાલત સુધારવા માટે સરકારે ગઇકાલે વોડાફોન આઈડીયા પાસે જે જંગી સરકારી લેણુ છે તેને ઇકિવીટી (શેરમુડી)માં બદલીને સરકારે આ કંપનીમાં 35.8 ટકા જેટલો હિસ્સો મેળવી લીધો છે અને તેના પગલે ટાટા ટેલી સર્વિસે પણ તેને સરકારને ચૂકવવાના નાણાના બદલામાં 9.5 ટકાની શેરમુડી ઓફર કરી દીધી છે અને તે સ્વીકારવી પડશે. પરંતુ આ વચ્ચે વોડાફોન આઈડીયાએ જાહેર કર્યું છે કે સરકારનું કંપની પર શેર હોલ્ડર સિવાય કોઇ અંકુશ નહીં હોય.

વોડાફોન આઈડીયાનું સંચાલન સ્વતંત્ર મેનેજમેન્ટ દ્વારા જ કરવામાં આવશે અને સરકારના કોઇ પ્રતિનિધિ પણ બોર્ડ ઓફ ડીરેક્ટરમાં સામેલ થશે નહીં. આ સ્પષ્ટતા બાદ આજે બજારમાં ફરી એક વખત વોડાફોનના શેરના ભાવમાં ઉછાળો આવ્યો છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ આ કામચલાઉ વ્યવસ્થા છે. કંપનીની નાણાકીય તંદુરસ્તી સુધર્યા બાદ તેના શેરના ભાવમાં પણ સુધારો થશે અને સરકાર તબક્કાવાર જે શેરમુડી રોકી છે તે નાણા છુટા કરશે. વોડાફોન આઈડીયાનું સરકારીકરણ કરવાનો કે સંચાલન કરવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. સરકાર પાસે હાલ બીએસએનએલ અને એમટીએનએલ બે કંપનીઓનું સંચાલન છે તે પણ ખોટમાં ચાલી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement