ઇંદોરમાં વિશ્વની એકમાત્ર પન્ના મર્ગચની મા પદ્માવતીની પ્રતિમા: તા.15-16 જાન્યુ.ના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

12 January 2022 03:29 PM
Rajkot Dharmik
  • ઇંદોરમાં વિશ્વની એકમાત્ર પન્ના મર્ગચની મા પદ્માવતીની પ્રતિમા: તા.15-16 જાન્યુ.ના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

શ્રી કૃષ્ણગિરિ તીર્થના પીઠાધિપતિ, રાષ્ટ્રસંત પૂ.ડો.શ્રી વસંત વિજયજી મ.ની પ્રેરણા : તા.15ના અઢાર અભિષેક વિધાન, પ્રતિષ્ઠા તથા પાર્શ્વ પદ્માવતી મહાપુજન: તા.16ના શ્રી પાર્શ્વ ભૈરવ, ભોમિયાજી, મણિભટ્ટ, લક્ષ્મી મહાપુજન, બૃહદ શાંતિ સ્નાત્ર મહાપુજન: તા.17ના ઉજ્જૈનમાં રત્નેશ્વર મહાગણપતિ મંદીરનું ભૂમિપૂજનનો કાર્યક્રમ: દેશ- વિદેશથી ગુરુ ભકતો ઉમટી પડશે: તૈયારીઓનો ધમધમાટ

રાજકોટ,તા.12
વિશ્વની એકમાત્ર પન્ના મર્ગચની મા ભગવતી પદ્માવતીની પ્રતિમા ઇંદોરમાં સ્થાપિત કરવામાં આવનાર છે. સાથે ભગવાન પાર્શ્વનાથજીના કોડા ભૈરવજી સહિત અનેક દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ તેમાં સામેલ છે. ઇંદોરના વીઆઇપી પરસ્પર કોલોનીમાં આગામી તા.15 તથા તા.16 જાન્યુ.ના આયોજીત થનાર આ અતિ દિવ્ય અને ભવ્યતમ કાર્યક્રમના નિશ્રા પ્રદાતા શ્રી પાર્શ્વ પદ્માવતી શકિતપીઠ ધામ કૃષ્ણગિરિ તીર્થના પીઠાધિપતિ, રાષ્ટ્રસંત, યતિવર્ય, સર્વધર્મ દિવાકર,મંત્ર શિરોમણી, વિદ્યાસાગર પરમ પૂજય ગુરુદેવશ્રી ડો. વસંત વિજયજી મ. છે.

આયોજનનો ત્રીજો દિવસ અર્થાત તા.17મી જાન્યુ.ના સોમવારે બાબા મહાકાલની અવંતિકા નગરી ઉજ્જૈનમાં શ્રી રત્નેશ્વર મહાગણપતિ, મંદીરનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ ધર્મોલ્લાસ સાથે સંપન્ન થશે. આયોજન સાથે સંકળાયેલા ડો. સકેશ જૈનએ જણાવેલ છેકે બે દિવસીય કાર્યક્રમને અંતર્ગત નૂતન નવ નિર્મિત આ સાધના મંદીરના ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.15ના શનિવારે સવારે 10 વાગ્યાથી 18 અભિષેક વિધાન તથા બપોરે 12:30થી પ્રતિષ્ઠા તથા તેના પછી બોપરે બે વાગ્યાથી શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપુજન ભણાવશે.તા.16મીના રવિવારે શ્રી પાર્શ્વ, ભૈરવ, ભોમિયાજી, મણિભદ્રવીર, લક્ષ્મી મહાપુજન ભણાવશે. તથા બપોરે બે વાગ્યાથી શ્રી બૃહદ શાંતિ સ્નાત્ર મહાપુજન ભણાવશે.

આ સાધના મંદીરમાં 41 ઇંચની શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમાજી, 60 ઇંચની ભગવાન નાગેશ્વર પાર્શ્વનાથજી કાઉસીંગ મુદ્રાની પ્રતિમાજી મા પદ્માવતીની 60 ઇંચની વિશ્વની એકમાત્ર પન્ના મગર્ચની ભવ્ય પ્રતિમાજી,ભૈરવદેવની ભવ્ય 41ઇંચની પ્રતિમાજી તથા પૂ. ગુરુદેવ શ્રી ડોે. વસંત વિજયજીમ. દ્વારા 44 લાખ જાપથી સિદ્ધ અષ્ટભૂજા યુકત શ્રી ભૈરવ દેવની અષ્ટધાતુની પ્રતિમાજી, ભોમિયોજી દેવ તથા શ્રી મણિભટ્ટદેવ વગેરેની પ્રતિમાઓ એક સાથે પ્રતિષ્ઠિત થશે. આ ભવ્ય પ્રતિષ્ઠા વિધાનને ધર્મોલ્લાસ સાથે મનાવવામાં આવશે. આયોજન સ્થળને વિભિન્ન્ન પ્રકારના સુશોભનોથી અલંકૃત કરવામાં આવશે.

કાર્યક્રમને અંતર્ગત તા.17ના સોમવારે ત્રીજા દિવસે ઉજજૈનમાં એક દિવ્ય મંદીરનું ભૂમિ પૂજન પૂ. ગુરુદેવ શ્રી ડો. વસંત વિજયજી મહારાજ દ્વારા સંપન્ન થશે.આ ભૂખંડ પર અનેક ભવ્ય મંદીરોનું નિર્માણ થશે. કાર્યક્રમમાં દેશ વિદેશથી સામેલ થનારા ગુરુ ભકતોના ઉતારાની વિભિન્ન વ્યવસ્થા સરકારી ગાઇડલાઇન અનુસાર કરવામાં આવી છે. આ મંદીરની અતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.3જીમે ના નકકી કરાયો છે. આ દિવસે અહીં વિશ્વના પ્રથમ અતિ દિવ્યશ્રી રત્નેશ્વર મહાગણપતિ મંદીર માટે ભૂમિપૂજન તથા શિલાન્યાસ તા.17ના સોમવારે થશે.


Related News

Loading...
Advertisement
Advertisement