એલઆઈસીનું માર્કેટ કેપ રૂા.15 લાખ કરોડ

12 January 2022 04:30 PM
Business India
  • એલઆઈસીનું માર્કેટ કેપ રૂા.15 લાખ કરોડ

રીલાયન્સ બાદ બીજા નંબરની સૌથી મોટી કંપની બનશે જીવન વીમા નિગમ

* આઈપીઓ પુર્વે સરકારે વેલ્યુએશન કર્યુ: હાલ રીલાયન્સ-ટાટા સૌથી મોટી કંપની પણ એલઆઈસી નંબર ટુ બનશે: માર્ચમાં 5થી10% શેરમૂડીનું ભરણું

નવી દિલ્હી
દેશની સૌથી મોટી જીવન વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમ- એલઆઈસીનો આઈપીઓ આવી રહ્યો છે તે સમયે ભારત સરકારે તેની માલીકીની આ કંપનીનું મૂલ્ય રૂા.15 લાખ કરોડ નિશ્ર્ચિત કર્યુ છે. એલઆઈસી તેની 10% શેર મૂડી ઓફર કરે તો તેની કિંમત રૂા.4 લાખ કરોડ બની શકે છે. નિગમ તા.31 જાન્યુઆરીના રોજ તેના જાહેર ભરણાનો પત્ર સેબીમાં દાખલ કરશે અને એક વખત તે માર્કેટમાં આવી જશે પછી તે રીલાયન્સ બાદ દેશની સૌથી મોટી કંપની બની જશે. રીલાયન્સનું માર્કેટ કેપ 17 લાખ કરોડનું ગણાય છે તે પછી હાલ બીજા નંબરે ટાટા ક્ધસલ્ટન્સી છે પણ જેનું માર્કેટ કેપ રૂા.14.3 લાખ કરોડનું છે પણ એલઆઈસી તેનું સ્થાન મેળવીને રૂા.15 લાખ કરોડની કંપની બની જશે. હવે એલઆઈસી તેના કેટલા ટકા શેર જાહેર ભરણામાં લાવે છે તેના પર સૌની નજર છે. જે 5થી10% હોઈ શકે છે અને માર્ચ માસમાં તેનું ભરણું આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement