રાજકોટમાં તાપમાન 9 ડીગ્રી : બર્ફીલા પવન સાથે ઠારમાં ઠુંઠવાતા લોકો

12 January 2022 04:32 PM
kutch Rajkot Saurashtra
  • રાજકોટમાં તાપમાન 9 ડીગ્રી : બર્ફીલા પવન સાથે ઠારમાં ઠુંઠવાતા લોકો

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનુ મોજુ યથાવત : અમુક સેન્ટરોમાં કોલ્ડવેવ

રાજકોટ, તા.12
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ પણ બર્ફિલા પવન વચ્ચે તીવ્ર ઠંડીનો માહોલ યથાવત રહ્યો હતો. રાજકોટ, નલિયા, અમરેલી, ભુજ સહિત છ શહેરોમાં આજે સવારે પણ સીંગલ ડિઝીટ તાપમાન અનોંધાતા લોકો ઠૂંઠવાયા હતા. ઉપરાંત આજે પણ 8.4 ડિગ્રી સાથે જૂનાગઢનો ગિરનાર પર્વત ઠંડોબોળ રહ્યો હતો. આજરોજ સવારે જે સ્થળોએ સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું તેમાં રાજ્યમાં હાઈએસ્ટ નલિયા ખાતે 5.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જ્યારે રાજકોટ શહેરમાં 9, અમરેલીમાં 9.6, વડોદરામાં 9.4, ભુજમાં 9.8, ડિસામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાનથી લોકો ધ્રુજ્યા હતા. આજે નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ તાપમાન 16.9 ડિગ્રીએ પારો ઉંચો જવા પામ્યો હતો જ્યારે ઠંડીનો પારો 13.4 ડિગ્રીએ આવી જવા પામ્યો હતો પરંતુ ભારે ઠંડો બર્ફિલો પવન સૂસવાટા મારતો ફઊંકાઈ રહેતા પશુ-પક્ષીના જનજીવન ઉપર મોટી અસર થવા પામી છે. આખો દિવસ લોકો શાલ-ટોપી, મફલર, સ્વેટર પહેરી બહાર નીકળી રહ્યા છે.

સમીસાંજમાં રોડ સૂમસામ થઈ જતા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે મોનિર્ંગ વોકમાં સંખ્યા ઘટી જવા પામી છે. ઠેર-ઠેર તાપણા જોવા મળી રહ્યા છે. જીરા-ધાણા સહિતના પાકોમાં રાત્રીના પાણી વાળતા ધરતીપુત્રો ઠૂંઠવાઈ રહ્યા છે. વાતાવરણમાં ભેજ વધીને 46 ટકા નોંધાયો છે. જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ગીરનાર પર્વત ઉપર પવનની ગતિ પ્રતિકલાક 12 કિ.મી.નો ઠંડોગાર ફૂંકાઈ રહ્યો છે.

આ ઉપરાંત આજરોજ સવારે અમદાવાદ ખાતે 10.1 ડિગ્રી, ભાવનગરમાં 101 ડિગ્રી, દાદરાનગર હવેલીમાં 11.4 ડિગ્રી, દમણમાં 13 ડિગ્રી, દીવમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં 13.6 ડિગ્રી, કંડલામાં 12.5, ઓખામાં 17 ડિગ્રી, પોરબંદરમાં 10.2 ડિગ્રી, સેલવાસમાં 11.4, સુરતમાં 11.4 અને વેરાવળમાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, આજરોજ પણ સર્વત્ર તીવ્ર ઠંડીનું મોજું છવાયેલું રહેતા લોકો ધ્રુજ્યા હતા.

જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો ફરીથી નવો રાઉન્ડ શરૂ થયો છે, અને હાલાર પંથકમાં શીત લહેર પ્રસરી ગઇ છે. છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો 10 થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યો હોવાથી કાતિલ ઠંડી પડી રહી છે. સાથોસાથ પ્રતિ કલાકના 7.3 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓ ને ધ્રુજાવી દીધા છે. જેને લઇને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠંડીનો પારો નીચે ગગડીને 10.5ડિગ્રી સુધી આવી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉપરાંત પ્રતિ કલાકના 7.3 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા બર્ફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે.

જામનગર શહેરમાં ઠંડીનો પારો સડસડાટ નીચે ગગડીને 10.5 ડિગ્રી સુધી પહોંચી જતાં 3 દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. આજે 10.5ડિગ્રીએ ઠંડીનો પારો સ્થિર થયો છે. સાથોસાથ પ્રતિ કલાકના 7.3 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહેલા બર્ફીલા ઠંડા પવને નગરજનોને ઉપરાંત પશુ-પક્ષીઓને ધ્રુજાવ્યા છે. હજુ ઠંડીમાં વધારો થાય તેવી પણ શક્યતા દર્શાવાઈ છે.


Related News

Loading...
Advertisement
Advertisement