સાયના નહેવાલ પર અશ્લીલ ટીપ્પણી કરનાર અભિનેતા સિદ્ધાર્થે માંગી માફી

12 January 2022 05:04 PM
Entertainment Sports
  • સાયના નહેવાલ પર અશ્લીલ ટીપ્પણી કરનાર અભિનેતા સિદ્ધાર્થે માંગી માફી

તમે હંમેશા મારા ચેમ્પીયન રહેશો

દિલ્હી તા.12
હાલમાં ભારતીય બેડમીન્ટન ખેલાડી સાયના નહેવાલે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભુલો પર એક ટવીટ કર્યુ હતું. તેના ટવીટની ટીકા કરતા સાઉથ એકટર સિદ્ધાર્થે કેટલીક અશ્લીલ ટિપ્પણી કરી હતી જેનાથી તે સતત ટ્રોલ થઈ રહ્યો હતો. અભિનેતા સિદ્ધાર્થે સોશ્યલ મીડીયા પર ભારે પ્રતિક્રિયાનો સામનો કર્યા પછી સ્પષ્ટતા જારી કરી. તેણે કહ્યું કે તેનો અર્થ કોઈનું અપમાન કરવાનો ન હતો અને તેના ટવીટમાં કોઈ વાંધો નહોતો.

મંગળવારે અભિનેતાએ માફી જારી કરીને લખ્યું કે પ્રિય સાયના એક દિવસ પહેલા તમારા ટવીટ પર પ્રતિક્રિયા આપતા મે લખેલા મારા અસંસ્કારી મજાક માટે હું તમારી પાસે માફી માંગવા માંગુ છું. હું ઘણી બાબતો પર તમારી સાથે સંમત હોઈ શકુ છુ પરંતુ મારી નિરાશા કે ગુસ્સો તમારી ટવીટ વાંચીને આવ્યો હતો. હું મારા શબ્દો સાચી દિશામાં ન જણાવી શકયો. હું મારી આ મજાક માટે માફી માગુ છું અને તમે હંમેશા મારા ચેમ્પીયન રહેશો.


Related News

Loading...
Advertisement
Advertisement