સેન્સેકસ ફરી 61000ને પાર; 500 પોઈન્ટનો ઉછાળો: વોડાફોનમાં રિકવરી: રીલાયન્સ ઉછળ્યો

12 January 2022 05:37 PM
Business
  • સેન્સેકસ ફરી 61000ને પાર; 500 પોઈન્ટનો ઉછાળો: વોડાફોનમાં રિકવરી: રીલાયન્સ ઉછળ્યો

કોરોનાને ડીસ્કાઉન્ટ કરતુ શેરબજાર: સતત 4થા દિવસે તેજી

રાજકોટ તા.12
કોરોનાના વધતા સંક્રમણના ગભરાટને ડીસ્કાઉન્ટ કરીને શેરબજાર તેજીના માર્ગે આગળ દોડતુ રહ્યું હોય તેમ આજે વધુ 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો અને સેન્સેકસ 61000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનું રહ્યું હતું. વિશ્વબજારોના પ્રોત્સાહક ટ્રેન્ડની સારી અસર હતી. કોરોના સંક્રમણને પગલે અમેરિકા સહિતના દેશોમાં નવા રાહત પેકેજની શકયતાની વાત આવતા તેજીને ટેકો મળ્યો હતો.

ઘરઆંગણે પણ બજેટમાં કે તે પુર્વે રાહતો જાહેર થવાનો આશાવાદ ઉભો થયો હતો. વધતા કોરોના સંક્રમણ તથા રીટેઈલ વેપારધંધાને અસર થવા લાગી હોવાના કારણોને ડીસ્કાઉન્ટ જ કરી દેવાયા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોરોનાને લગતા નવા નિયંત્રણો છતાં સંપૂર્ણ લોકડાઉન નહી જ આવવાના સંકેતોથી હાશકારો છે. બાકી આગામી બજેટમાં પ્રોત્સાહક જાહેરાતોનો આશાવાદ છે. કોર્પોરેટ પરિણામો પણ અફલાતૂન આવવાનું મનાતુ હતું. શેરબજારમાં આજે મોટાભાગના હેવીવેઈટ શેરો ધૂમ લેવાલીથી ઉંચકાયા હતા.

ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, કોટક બેંક, મહીન્દ્ર, રીલાયન્સ, સ્ટેટ બેંક, ઓએનજીસી વગેરેમાં ઉછાળો હતો. ટીસીએસ, ટાઈટન, વીપ્રો, એચડીએફસી બેંક, શ્રી સિમેન્ટ, નેસલે વગેરે નબળા હતા. વોડાફોન ગઈકાલના કડાકા બાદ આંશિક રીકવર થયો હતો. પેટીએમ 1100ની નીચે ઉતરી ગયો હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 500 પોઈન્ટના ઉછાળાથી 61120 સાંપડયો હતો તે ઉંચામાં 61210 તથા નીચામાં 60850 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 140 પોઈન્ટના ઉછાળાથી 18195 હતો તે ઉંચામાં 18221 તથા નીચામાં 18128 હતો.


Related News

Loading...
Advertisement
Advertisement