ઓમિક્રોનને સામાન્ય શરદીની જેમ હળવાશથી લેતા નહી: કેન્દ્ર

13 January 2022 11:09 AM
Health India
  • ઓમિક્રોનને સામાન્ય શરદીની જેમ હળવાશથી લેતા નહી: કેન્દ્ર

* દેશમાં એક સપ્તાહમાં 78માંથી 300 જીલ્લાઓમાં પોઝીટીવ રેટ પાંચ ટકાથી વધુ

* દેશમાં કોરોનાનો પોઝીટીવ રેટ 13.11: અનેક શહેરોમાં 30થી60% નોંધાયો: વી.કે.પૌલ

* ચૂંટણીમાં જઈ રહેલા રાજયમાં કેસ વધતા પંચ માટે હવે રેલી-સભાને મંજુરી પર કસોટી

* 19 રાજયમાં એકટીવ કેસ 10000થી વધુ: મહારાષ્ટ્રમાં 22.39%, પ.બંગાળમાં 23.18%, દિલ્હીમાં 23.1% પોઝીટીવ રેટ

નવી દિલ્હી:
દેશમાં ઓમીક્રોન સહિત કોરોનાના કેસમાં સતત સર્જાતા રહેતા નવા રેકોર્ડ કેસ વચ્ચે હવે પરીસ્થિતિની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પ્રથમ વખત ગુજરાત સહિતના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજીને સંક્રમણ કાબુમાં લેવા અંગેના નવા ઉપાયોની ચર્ચા કરશે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઓમીક્રોનને હળવાશથી અને સામાન્ય ફલુ તરીકે નહી લેવા માટે ચેતવણી આપતા જણાવ્યું હતું કે ફકત એક જ સપ્તાહમાં દેશમાં 5% કે તેથી પોઝીટીવ રેટ 78 જીલ્લામાંથી 300 જીલ્લામાં થયો છે. આમ ઓમીક્રોન સહિત કોરોનાની ઝડપ અત્યંત વધી રહી છે.

દેશમાં ઉતરપ્રદેશમાં કોરોનાના કેસ 14% બિહારમાં 11.27% મધ્યપ્રદેશમાં 10.95% કેસ વધ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીને આગળ ધરતા કેન્દ્ર સરકારે દેશના લોકોને બેકાળજી નહી દર્શાવવા તથા ઓમીક્રોનને સામાન્ય શરદી-તાવ નહી ગણવા અપીલ કરી છે. હાલ દેશના 19 રાજયોમાં કોરોનાના એકટીવ કેસ વધીને 10000 થી વધુ થઈ ગયા છે જે હજુ એક અઠવાડીયા પુર્વે છ રાજયમાં હતા.

રાજસ્થાન અને ઓડિસામાં એક સપ્તાહમાં કેસ નવ ગણા વધી ગયા છે. યુપી સહિત જે રાજયો ચૂંટણીમાં જઈ રહ્યા છે તેમાં કોવિડ કેસ વધતા હવે તા.15 બાદ આ રાજયોમાં ચૂંટણી સભાઓ રેલી તથા વ્યાપક પ્રચાર પર હાલ જે પ્રતિબંધ લંબાવાયા કે કેમ તે પંચે નિર્ણય લેવો પડશે. તા.10 ફેબ્રુઆરીના પ્રથમ તબકકાનું મતદાન યોજાઈ રહ્યું છે અને ઉમેદવારોની પળેપળની પ્રક્રિયા આગળ વધી રહી છે.

નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પૌલે કહ્યું કે, ભલે હાલ દર્દીનું હોસ્પીટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું હોય તો પણ જો કેસમાં મોટો વધારો થાય તો તે રીતે હોસ્પીટલમાં દર્દીઓ વધશે. દેશના ચૂંટણીમાં જઈ રહેલા રાજયોમાં કોરોનાના કેસ જે ડિસેમ્બર અંતમાં 2% હતા તે હવે 7% થયા છે અને અડધો અડધ કેસ યુપીમાં છે.

આજે મુખ્યમંત્રીઓ સાથે કોરોના પરિસ્થિતિની ચર્ચા કરશે વડાપ્રધાન
હાલની સ્થિતિમાં નવા પ્રતિબંધ શકય

દેશમાં કોવિડના વધતા જતા કેસમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત અનેક રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી પરીસ્થિતિનું આંકલન કરશે. વડાપ્રધાને પહેલા દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશમાં કોરોનાની આ ત્રીજી લહેરનો મુકાબલો કરવા માટે જરૂરી હોસ્પીટલ બેડ, ઓકસીજન, દવાની સ્ટોક પરીસ્થિતિ અને ખાસ કરીને વેકસીનેશનની ચિંતા કરી હતી અને હવે જે રીતે દૈનિક કેસ 2.50 લાખની આસપાસ પહોંચી ગયા છે તે જોતા હાલના પ્રતિબંધોમાં વધારો કરવા સહિતના નિર્ણયો લેવાઈ શકે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, પ.બંગાળ, કર્ણાટક સહિતના રાજયોમાં સ્થિતિ બગડી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement