ધોરાજી પાસે સોની વેપારીને પછાડી રૂા.46550ની મત્તાની સનસનીખેજ લૂંટ

13 January 2022 11:10 AM
Dhoraji Crime
  • ધોરાજી પાસે સોની વેપારીને પછાડી રૂા.46550ની મત્તાની સનસનીખેજ લૂંટ

ઝાંઝમેરથી ઉપલેટા પરત ફરતા સમયે બે લૂંટારૂઓએ લૂંટને આપ્યો અંજામ: પોલીસ તપાસનો ધમધમાટ

(સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.13
ધોરાજી નજીક સોની વેપારીને પછાડી બે લૂંટારૂઓ રૂા.46550ની લૂંટ ચલાવી ફરારી થઈ જતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનામાં લૂંટારૂઓને દબોચી લેવા માટે પોલીસે નાકાબંધી કરી હતી પરંતુ લૂંટારૂઓ હાથ લાગ્યાન હતા.

આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે ઝાંઝમેર ગામે સોના ચાંદીની દુકાન ધરાવતા અને ઉપલેટા ખાતે રહેતા સોની વેપારી રમેશભાઈ અમૃતભાઈ સોની ગઈકાલે દાગીનાના થેલા સાથે ઝાંઝમેરથી બાઈક લઈ ઉપલેટા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુપેડી અને ઝાંઝમેર વચ્ચે બાઈક પર ધસી આવેલા બે લુંટારૂઓએ સોની વેપારી રમેશભાઈ અમૃતભાઈને કંઈ સમજે તે પહેલા જ તેને પછાડી તેઓનીપાસે રહેલ રૂા.4000ની રોકડ અને દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી બંને લૂંટારૂ છનન થઈ ગયા હતા.આ ઘટના અંગે ધોરાજીના પીઆઈ એ.બી. ગોહીલને જાણ કરાતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી બંને લૂંટારૂઓને દબોચી લેવા માટે નાકાબંધી કરી હતી.

પરંતુ લુંટારૂઓ હવામાં ઓગળી જતા હાથ લાગ્યા ન હતા. પોલીસે ઘટના સ્થળેથી મરચાની ભૂકી કબજે કરી છે. લૂંટારૂઓને ઝબ્બે કરવા સીસીટીવી ફૂટેજ તપાસ પોલીસે શરૂ કરી છે. લુંટનો ભોગ બનનાર રાજેશભાઈ સોનીએ ધોરાજી પોલીસમાં પોતાની ફરીયાદમાં 16 જોડી સાંકળા, બુટી અને રોકડ રૂા.4000 મળી 46550ના મુદામાલની લુંટ થયાનું જણાવતા પોલીસે આઈપીસી કલમ 392 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે પીઆઈ એ.બી. ગોહીલ તપાસ ચલાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement