ગોંડલના ધારેશ્વર નજીક બે ઇકોગાડી સામસામે અથડાતા પટેલ વૃદ્ધનું મોત

13 January 2022 11:11 AM
Gondal Crime Rajkot
  • ગોંડલના ધારેશ્વર નજીક બે ઇકોગાડી સામસામે અથડાતા પટેલ વૃદ્ધનું મોત

પટેલ પરિવાર ખારચીયા ગામે મંદિરે દર્શન કરવા જતાં’તા ત્યારે રોંગ સાઈડમાં આવેલી ગાડીએ અકસ્માત સર્જ્યો

રાજકોટ,તા.13
ગોંડલનો પટેલ પરિવાર ઇકોગાડી લઈ ખારચિયા નજીક મામાદેવ મંદિરે જતા હતા ત્યારે ધારેશ્વર ચોકડી નજીક રોંગ સાઈડમાં આવેલી અન્ય ઇકોગાડીના ચાલકે હડફેટે લેતા તેમાં બેસેલા વૃદ્ધને માથામાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે ગોંડલ સીટી પોલીસમાં અકસ્માત સર્જનાર ઇકોના ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,ગોંડલના ગણેશનગરમાં રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઈ બુટાણી (ઉ.વ.50)નામના પ્રોઢે જીજે 03 ઇઆર 2964 નંબરની ગ્રે કલરની ઇકોના ચાલક સામે ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રવીણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પી.એમ.કૃપા ટ્રેંડર્સમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે.તેઓ તા.9/1 ના રોજ પરિવાર સાથે પોતાની ઇકો ગાડી લઈ ખારચીયા પાસે આવેલ મામાદેવના મંદિરે જતા હતા

ત્યારે ધારેશ્વર ચોકડી પાસે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવી રહેલી અન્ય ઇકોગાડીના ચાલકે હડફેટે લેતા પ્રવીણભાઈની બાજુમાં બેસેલા તેઓના પિતાને માથામાં ઇજા થતાં પરિવારના અન્ય સભ્યો દેકારો કરવા લાગ્યા હતા. જેથી 108 મારફતે ભીમજીભાઈને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને માથામાં હેમરેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બેદિવસની સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજ્યુ હતું.આ અંગે ગોંડલ પોલીસે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement