આવકવેરા રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફિઝિકલી ફાઈલ કરવાની માંગ પર હાઈકોર્ટની કેન્દ્રને નોટિસ

13 January 2022 11:14 AM
Ahmedabad Gujarat Top News
  • આવકવેરા રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફિઝિકલી ફાઈલ કરવાની માંગ પર હાઈકોર્ટની કેન્દ્રને નોટિસ

પોર્ટલની ખામીથી સમય વધારો તો પણ પ્રક્રિયા નહીં થઈ શકવાની ટકોર

અમદાવાદ, તા.13
આવકવેરાના પોર્ટલમાં ખામીને કારણે રિટર્ન ફાઈલ કરવા સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે ત્યારે ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઈલ માટે ફિઝિકલ વ્યવસ્થા કરવાની માંગ સાથેની અરજી પર ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર તથા સીધા કરવેરા બોર્ડને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ જે.બી. પારડીવાલા તથા જસ્ટીશ નિશા ઠાકોરની બન્ને કેન્દ્રને નોટિસ પાઠવીને 17મી જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. આ દરમિયાન ફિઝિકલ ફોર્મમાં રિટર્ન તથા ઓડિટ રિપોર્ટ સ્વીકારવાની તૈયારી છે કે કેમ તે વિશે સરકાર સાથે વાતચીત કરવા પણ આસીસ્ટન્ટ સપ્લીસીટર જનરલ દેવાંગ વ્યાસને સૂચવ્યું છે. પોર્ટલની ટેકનીકલ ખામીને લક્ષ્યમાં રાખીને ફિઝિકલ પ્રક્રિયાની છૂટ્ટ આપવા સીધા કરવેરા બોર્ડને સૂચન કર્યું છે. સત્તાવાળાઓએ કરદાતાઓની વાસ્તવિક તકલીફોને લક્ષ્યમાં પ્રેક્ટિકલ અભિગમ અપનાવવો જોઈએ.

અદાલતે એમ કહ્યું કે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે ભલે રિટર્ન ફાઈલ કરવાનો સમય અને મહિનો વધારી દીધો છે છતા પોર્ટલમાં ટેકનીકલ ખામી હોવાના સંજોગોમાં વધારેલો સમય પણ ઉપયોગી નહીં થઈ શકે. ટેકનીકલ મુશ્કેલી દૂર ન થાય તો કરદાતાઓ ફેબ્રુઆરી સુધીમાં પણ રીટર્ન ફાઈલ નહીં કરી શકે.

આવકવેરા કાયદાની
કલમ 234એ હેઠળ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ બદલ પેનલ્ટી-વ્યાજની જોગવાઈ સામે બે પિટિશન પર હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. અરજદારોએ ફિઝિકલ ફોર્મમાં રિટર્ન-ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની પણ મંજૂરી માંગી હતી. જો કે પોર્ટલની તકલીફ દૂર થયા બાદ ઓનલાઈન ફાઈલિંગની પણ તૈયારી દર્શાવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement