‘પુષ્પા...પુષ્પા રાજ...હમ ઝૂકેગા નહીં’: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર ચડ્યો ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર

13 January 2022 11:15 AM
Entertainment Sports Top News
  • ‘પુષ્પા...પુષ્પા રાજ...હમ ઝૂકેગા નહીં’: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર ચડ્યો ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર
  • ‘પુષ્પા...પુષ્પા રાજ...હમ ઝૂકેગા નહીં’: ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર ચડ્યો ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર

રવીન્દ્ર જાડેજાએ મોઢામાં બીડી રાખી લલકાર્યો ડાયલોગ, ધવને હેટ (ટોપી) પહેરીને કરી એક્ટિંગ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ઓપનર શિખર ધવન સહિતના ખેલાડીઓ ઉપર સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’નો ખુમાર ચડ્યો હોય તેવી રીતે બન્નેએ ફિલ્મના અલગ-અલગ લૂક સાથેનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેયર કર્યો છે. રવીન્દ્રએ એક નવો લુક શેયર કર્યો છે જેમાં તે ‘પુષ્પા’ના હિરો અલ્લુ અર્જુન જેવો ખતરનાક દેખાઈ રહ્યો છે. તે અલ્લુ અર્જુનની જેમ જ બીડી પીતો દેખાઈ રહ્યો છે. આ પોસ્ટમાં તેણે ફિલ્મનો એક ડાયલોગ પણ લખ્યો છે.

સાથે જ એક સામાજિક મેસેજ આપતાં તેણે લખ્યું કે આ માત્ર ગ્રાફિકલ ફોટો છે. સિગરેટ, બીડી અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે એટલા માટે તેનાથી દૂર રહેવું જોઈએ. આ ઉપરાંત તેણે ફિલ્મનો એક ડાયલોગ પણ કોપી કર્યો છે. તેના આ વીડિયો બાદ કુલદીપ યાદવ સહિત સાથી ક્રિકેટરો અને ચાહકોએ કોમેન્ટ પણ કરી છે. આવી જ રીતે ઓપનર શિખર ધવને પણ ફિલ્મના હિરોની એક્ટિંગ કરતાં ચાહકો ઘેલા થયા છે. ધવને જે રીલ બનાવી છે તેમાં તે ફિલ્મનો મુખ્ય ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે હેટ (ટોપી) પહેરીને કહી રહ્યો છે કે ‘પુષ્પા...પુષ્પા રાજ...હમ ઝૂકેગા નહીં...’


Related News

Loading...
Advertisement
Advertisement