મકર સંક્રાંતિએ 75 લાખથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશે

13 January 2022 11:31 AM
India Top News
  • મકર સંક્રાંતિએ 75 લાખથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરશે

આયુષ મંત્રાલયનું આયોજન : સવારે 7 વાગ્યે આયુષ મંત્રી વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારનો આરંભ કરશે

નવીદિલ્હી તા.13
આયુષ મંત્રાલય દ્વારા મકર સંક્રાંતિએ 14 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 75 લાખ લોકો ભાગ લેશે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. સોનોવાલે જણાવ્યું હતું કે કાર્યક્રમ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે. આ સંખ્યા હજુ વધી શકે છે. તેમણે જણાવ્યું હતુંકે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મકર સંક્રાંતિ સૂર્યની ઉપાસનાનું પર્વ છે, આ સ્થિતિમાં આ આયોજનનું ખૂબ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે જેવીરીતે દેશ- દુનિયાએ યોગને અપનાવ્યો તેવી રીતે જ સૂર્ય નમસ્કારને પણ અપનાવે.આયુષ વિભાગના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિ પર સવારે 7 વાગ્યે આયુષ મંત્રી એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારની શરૂઆત કરશે ત્યાર બાદ દેશ-વિદેશના લોકો તેમાં ભાગ લેશે.


Related News

Loading...
Advertisement
Advertisement