ખાદ્ય મોંઘવારી ડિસેમ્બરમાં બે ગણીથી વધુ વધી

13 January 2022 11:33 AM
India Top News
  • ખાદ્ય મોંઘવારી ડિસેમ્બરમાં બે ગણીથી વધુ વધી

ખાવા-પીવાનો સામાન મોંઘો થવાથી ડિસેમ્બરમાં ખાદ્ય મોંઘવારી 4.05 ટકાએ પહોંચેલી : આરબીઆઈ વ્યાજદર ઘટાડવાને બદલે વધારે તેવી આશંકા વ્યક્ત કરતા વિશેષજ્ઞો: રિઝર્વ બેન્ક અનુસાર ચાલુ નાણાકીય વર્ષની ચોથી ત્રિમાસિકમાં ફુગાવો ઉચ્ચ સ્તરે રહેશે, બાદમાં નીચે આવશે

નવી દિલ્હી તા.13
ગત વર્ષે ડિસેમ્બરમાં ખાવા-પીવાની વસ્તુના ભાવમાં બે ગણાથી વધુ વધારો થયો છે. રાષ્ટ્રીય સાંખ્યકી કાર્યાલય (એનએસઓ) દ્વારા જાહેર આંકડા અનુસાર ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો વધીને 4.05 ટકા થઈ ગયો હતો, જે તેના પાછલા મહિને 1.87 ટકા હતો. ખાદ્ય મોંઘવારી વધવાથી ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીમાં પણ વધારો થયો છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે રિઝર્વ બેન્ક મોંઘવારીનું ઉંચુ સ્તર જોઈને ફરી એકવાર ભાવમાં કપાતના વિચારને ત્યાગી શકે છે. મતલબ દર વધી શકે છે. રિઝર્વ બેન્ક અનુસાર ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં સંપૂર્ણ ફુગાવો પોતાના ઉચ્ચ સ્તરે રહેશે, ત્યારબાદ તે નીચે આવશે. આ પહેલા ગત સપ્તાહે દેશના અનેક અર્થશાસ્ત્રીઓએ છુટક મોંઘવારીને 5.50 ટકાથી વધુ રહેવાની આશંકા દર્શાવી હતી અને ડિસેમ્બરની છૂટક મોંઘવારી તેને નજીક રહી છે.

છૂટક મોંઘવારી પર ધ્યાન આપે છે આરબીઆઈ: રિઝર્વ બેન્ક દ્વિમાસીક મૌદ્રીક સમીક્ષામાં મુખ્યત્વે છૂટક ફુગાવાના આંકડા પર ધ્યાન આપે છે. ઉંચી મોંઘવારીને જોતા આરબીઆઈ સતત મૌદ્રીક સમીક્ષામાં દરોને સ્થિર રાખે છે. વ્યાજદરોમાં વૃદ્ધિની આશંકા રાખી રહ્યા છે વિશેષજ્ઞો: અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે રિઝર્વ બેન્ક વર્ષના મધ્યમાં વ્યાજ દરોમાં વધારો કરી શકે છે.

બાર્કલેજ ઈન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી રાહુલ બાજોરીયાએ જણાવ્યું છે કે મુખ્ય ફુગાવો વધુ છે. કારણ કે દૂર સંચારના વધતા ચાર્જ અને ઉચ્ચ ઉર્જાના ખર્ચે મૌદ્રીક નીતિ સંભવિત કડક રહેવાની ભૂમિકા રચી દીધી છે. કોટક મહીન્દ્રા બેન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઉપાસના ભારદ્વાજે કહ્યું છે- હવે આરબીઆઈએ ફુગાવાને ગંભીરતાથી લેવો પડશે.

ઔદ્યોગીક ઉત્પાદન 17.4 ટકા વધ્યું
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન ઔદ્યોગીક ઉત્પાદન 17.4 ટકા વધ્યુ છે, જયારે ગત નાણાકીય વર્ષ 2020-21ના સમયગાળામાં તેમાં 15.3 ટકાનો ઘટાડો થયો હતો. એનએસઓના ઔદ્યોગીક ઉત્પાદન સૂચકાંક આંકડા અનુસાર માર્ચ 2020થી શરુ થયેલ કોરોના વાયરસ મહામારીના કારણે ઔદ્યોગીક ઉત્પાદનને અસર થઈ હતી એ સમયે તેમાં 18.7 ટકાનો ઘટાડો થયો હતો. મહામારીને રોકવા આગળ વધેલા લોકડાઉનથી એપ્રિલ 2020માં તેમાં 57.3 ટકા ઘટાડો નોંધાયો હતો.

રાહત: રાજકોષીય ખાધ 7.1 ટકા રહેશે: ઈક્રા
રેટીંગ એજન્સી ઈક્રાએ નાણાકીય વર્ષ 2021-22માં સરકારની રાજકોષીય ખાધ 16.6 લાખ રૂપિયા રહેવાનું અનુમાન લગાવ્યું છે, જે સકલ ઘરેલુ ઉત્પાદનના લગભગ 7.1 ટકા રહેશે. ઈક્રાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજયોની રાજકોષીય ખાધ 3.3 ટકાની અપેક્ષાએ ઓછા સ્તરે રહેવાનું અનુમાન છે. આ જ રીતે કેન્દ્ર તેમજ રાજયોની સામાન્ય રાજકોષીય ખાધ જીડીપીના લગભગ 10.4 ટકા સુધી પહોંચી શકે છે. આગામી નાણાંકીય વર્ષમાં સરકારનો રાજકોષીય ખાધ થોડી ઘટીને 15.2 લાખ કરોડ રૂપિયા રહી શકે છે કે જે જીડીપીના 5.8 ટકા હશે.


Related News

Loading...
Advertisement
Advertisement