‘ઈન્ડિયા ઑપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ’માં કોરોના વિસ્ફોટ: શ્રીકાંત સહિત 7 ખેલાડી સંક્રમિત

13 January 2022 11:35 AM
India Sports
  • ‘ઈન્ડિયા ઑપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ’માં કોરોના વિસ્ફોટ: શ્રીકાંત સહિત 7 ખેલાડી સંક્રમિત

શ્રીકાંત ઉપરાંત અશ્વિની પોનપ્પા, રિતિકા ઠકકર, તૃષા જોલી, મિથુન મંજૂનાથ, સિમરન અમનસિંહ અને ખુશી ગુપ્તા કોરોનાગ્રસ્ત: તમામે નામ પરત ખેંચ્યા: હરિફ ખેલાડીઓને અપાશે વૉકઓવર

નવીદિલ્હી, તા.13
ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે સાત ભારતીય ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે જેના કારણે તેમણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે.

જે ખેલાડીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે તેમાં કિદાંબી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા, રિતિકા રાહુલ ઠકર, તૃષા જોલી, મિથન મંજૂનાથ, સિમરન અમનસિંહ અને ખુશી ગુપ્તાનો સમાવેશ થાય છે.

આ ખેલાડીઓનો ગઈકાલે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે આ ખેલાડીઓ સાતે જે ખેલાડીઓનો મુકાબલો હતો તેમને આગલા રાઉન્ડમાં વોકઓવર આપી દેવાયો છે. ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડના મુકાબલા કાલે રમાશે.

ટૂર્નામેન્ટની શરૂઆત 11 જાન્યુઆરીએ થઈ હતી પરંતુ પ્રારંભ સાથે જ બે ભારતીય ખેલાડી બી.સાઈ પ્રણીત અને ધ્રુવ રાવત કોરોનાગ્રસ્ત થઈ ગયા હતા. ઈંગ્લેન્ડની ટીમે પણ કોરોનાને કારણે જ ટૂર્નામેન્ટમાંથી નામ પરત લઈ લીધું હતું. ઈન્ડિયા ઓપન ટૂર્નામેન્ટ બીડબલ્યુએફ વર્લ્ડ ટુર સુપર-500નો હિસ્સો છે. 16 જાન્યુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાના અનેક સ્ટાર શટલર ભાગ લઈ રહ્યા છે.

ટૂર્નામેન્ટના બીજા દિવસે સાયના નેહવાલ, લક્ષ્ય સેન અને એચ.એસ.પ્રણૉય બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે. સાયના ચેક ગણરાજ્યની ટેરેજા સ્વાબિકોવાના રિટાયર્ડ હર્ટ થવાને કારણે બીજા રાઉન્ડમાં પહોંચી છે. આ ઉપરાંત પી.વી.સિંધુએ પણ પોતાનો મેચ જીત્યો અને તે પણ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચી છે. બે વખતની ઑલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ ભારતીય ખેલાડી કૃષ્ણા પ્રિયાને સીધા સેટમાં 21-5, 21-16થી હરાવી હતી. પ્રથમ ક્રમાંકિત સિંધુનો આ મેચ 27 મિનિટ સુધી ચાલ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement