જસદણના તા.પં. ઇજનેર ઉપર થયેલા હુમલાના બનાવ સંદર્ભે કર્મચારી મંડળનું આવેદનપત્ર

13 January 2022 11:46 AM
Jasdan
  • જસદણના તા.પં. ઇજનેર ઉપર થયેલા હુમલાના બનાવ સંદર્ભે કર્મચારી મંડળનું આવેદનપત્ર

જસદણ, તા. 13
જસદણ તાલુકા પંચાયત કચેરીમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા ટી.પી.કોબીયાને ગત તા.4/1ના રોજ કડુકા ગામે કડુકાથી મદાવા જવાના રસ્તે વોકળા ઉ5ર કોઝવેના કામની મુલાકાતે હતા ત્યારે ગ્રામ પંચાયત હસ્તકના પેટા કોન્ટ્રાકટ તરીકે કામ કરતા શખ્સ દ્વારા ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવા અંગે આપેલ ધમકીના અનુસંધાને રાજકોટ જીલ્લા ટેકનીકલ કર્મચરી મંડળના પ્રમુખે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે રૂા.5 લાખની મર્યાદામાં વિકાસના કામો ગ્રામ પંચાયતોને ભાવોભાવથી આપવામાં આવે છે કેટલીક ગ્રામ પંચાયતો પેટા કોન્ટ્રાકટ (માથાભારે શખ્સોને) આપી કોઝવે, સી.સી.રોડ, પેવર બ્લોક, ભૂ. ગટર સહિતના કામો કરાવે છે અને જયારે કામોના માપસાઇઝ લેવા અ.મ.ઇ. જાય ત્યારે સાચા-ખોટા કરેલા કામોના માપોના બીલો લખી આપવા માટે દબાણ કરવામાં આવે છે

જેના કારણે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા અમઇની કોઇ સલામતી રહેતી નથી અને ખોટી ધાક-ધમકીઓ આપી સરકારની વિવિધ યોજનાઓના કામોના ખોટા બીલો લખી આપવા ઇજનેરો ઉપર માનસીક દબાણો કરવામાં આવે છે. જીલ્લા પોલીસ વડાને કાયદાકીય જોગવાઇ મુજબ પગલાઓ ભરવા અને ઇજનેરોને યોગ્ય રક્ષણ મળે તેવા પગલાઓ ભરવા રજુઆત કરી છે. જસદણ સહિત રાજકોટ જીલ્લાના તાલુકાઓમાં જે કામો ગ્રામ પંચાયત હસ્તક થાય છે

તેવા કામો પંચાયત ધારાની જોગવાઇઓ મુજબ ગ્રામ પંચાયત પેટા કોન્ટ્રાકટર આપી શકતી નથી તેમ છતાં પેટા કોન્ટ્રાકટર આપી પંચાયતોના સરપંચો કામો કરાવે છે જેનો ભોગ તાલુકામાં ફરજ બજાવતા અ.મ.ઇ. બને છે જેથી સરકારની વિવિધ યોજનાઓના કામો કરતી ગ્રામ પંચાયતો દ્વારા પેટા કોન્ટ્રાકટ આપવામાં ન આવે કે માથાભારે શખ્સો પાસે કામો ન કરાવે તેની તકેદારી રાખવા તાલુકા વિકાસ અધિકારીઓને કડક અને લેખિત સુચના આપવા ટેકનીકલ કર્મચારી મંડળે રજુઆત કરતા જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ હકારાત્મક પ્રતિભાવ આપી ઘટતું કરવા મંડળને ખાત્રી આપી છે.


Loading...
Advertisement
Advertisement