બીજા દાવમાં ભારતીય ઓપનર ફેલ: હવે કોહલી-પુજારા-રહાણે પર જવાબદારી

13 January 2022 11:53 AM
India Sports
  • બીજા દાવમાં ભારતીય ઓપનર ફેલ: હવે કોહલી-પુજારા-રહાણે પર જવાબદારી

ટીમ ઈન્ડિયાની નજર પહેલી વખત આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવા પર છે પરંતુ આફ્રિકાએ બોલરોના દમ પર શાનદાર વાપસી કરી છે. ત્રીજા ટેસ્ટના બીજા દિવસે કુલ 11 વિકેટ પડી હતી તો પહેલા દિવસે પણ 11 વિકેટનું પતન થયું હતું.

દિવસની રમત પૂરી થવા સુધીમાં ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 2 વિકેટે 57 રન બનાવી લેતાં તેની કુલ લીડ 70 રન થઈ ગઈ છે અને 8 વિકેટ હાથમાં છે. ભારતના બન્ને ઓપનર મયંક અગ્રવાલ (7 રન) અને લોકેશ રાહુલ (10 રન) પેવેલિયન ભેગા થઈ ગયા છે અને ક્રિઝ પર કોહલી-પુજારા છે ત્યારે આ બન્નેના હાથમાં સ્કોરબોર્ડને સતત ફરતું રાખવાની જવાબદારી રહેશે તો રહાણે અને પંતે પણ મોટી ઈનિંગ રમવી જરૂરી બની જશે.


Related News

Loading...
Advertisement
Advertisement