ચુંબકીય ક્ષેત્ર વિનાનો દુર્લભ તારો શોધાયો

13 January 2022 11:57 AM
India Technology
  • ચુંબકીય ક્ષેત્ર વિનાનો દુર્લભ તારો શોધાયો

* નૈનીતાલ સ્થિત ‘એરીઝ’ના વૈજ્ઞાનિકોએ દુર્લભ તારાની ખોજ કરી

* આ તારાનો પ્રકાશ વક્રની સમાનતાથી આવતો હોય, હૃદયના ધબકારા જેવી પેટર્ન બનાવતો હોય તેને હાર્ટબીટ સ્ટાર પણ કહેવાય છે

નૈનીતાલ તા.13
નૈનીતાલ સ્થિત આર્ય ભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન (એરીઝ)ના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોના સમૂહે ચુંબકીય ક્ષેત્ર વિનાના દુર્લભ તારાની ખોજ કરી છે, તેનો પ્રકાશ વક્રની સમાનતાથી આવે છે, જે હૃદયના ધબકારા જેવી પેટર્ન બનાવે છે એટલે તેને હાર્ટબીટ સ્ટાર નામ આપવામાં આવ્યું છે. આ તારો પૃથ્વીના સૌથી નજીક કર્ક તારા મંડળમાં છે.

આ તારો શોધનારી ટીમનું નેતૃત્વ એરીઝના ખગોળ વૈજ્ઞાનિક ડો. સંતોષ જોષીએ કર્યું હતું. તેમની સાથે 11 દેશોના વૈજ્ઞાનિકો પણ સામેલ હતા. ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક પત્રિકા મંથલી નોટીસીઝ ઓફ રોયલ એસ્ટ્રોનોમીકલ સોસાયટી એ આ સંશોધનને પ્રકાશિત કરી છે.

એકબીજાને ચકકર લગાવે છે: એરીઝના પબ્લીક આઉટરીચ કાર્યક્રમ પ્રભારી ડો. વીરેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર બે તારા કે જે એકબીજાની પરિક્રમા કરે છે તેને બાઈનરી સ્ટાર કહેવામાં આવે છે. અંતરિક્ષમાં લગભગ 40 ટકા બાઈનરી સ્ટાર હોય છે પણ તેમાં ચુંબકીય ક્ષેત્ર નજરે ન પડવું દુર્લભ બાબત છે. આ તારામાંથી આવતા પ્રકાશની ગણના બાદ ખબર પડી કે આ એક દુર્લભ હાર્ટબીટ સ્ટાર છે.

આઠ ટેલિસ્કોપનો ઉપયોગ કરી હાર્ટબીટ સ્ટાર શોધાયો
આ દુર્લભ સ્ટાર શોધવા માટે આઠ ટેલીસ્કોપનો ઉપયોગ કરાયો હતો. ગેલિલિયોએ સૌ પ્રથમ આવો તારો શોધ્યો હતો. દુનિયાભરના ખગોળ વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં માત્ર 180 હાર્ટબીટ સ્ટાર શોધ્યા છે. આથી તેને દુર્લભ સ્ટાર કહેવાય છે. ખગોળ વૈજ્ઞાનિકો માટે આ મોટી સફળતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement