તા.17થી મંગળનો ધન રાશિમાં થશે પ્રવેશ

13 January 2022 11:58 AM
Rajkot Dharmik
  • તા.17થી મંગળનો ધન રાશિમાં થશે પ્રવેશ

મેષ, સિંહ, ધન, કુંભ તથા મીન માટે શુભ

રાજકોટ, તા. 13
ગ્રહોના સેનાપતિ મંગળ દેવ તા. 17 જાન્યુ.ના વૃશ્ચીક રાશિથી ધન રાશિમાં પ્રવેશ કરશે અને તા.26 જાન્યુ. સુધી રહેશે. મંગળના રાશિ પરિવર્તનનો બારેય રાશિઓ પર શું પ્રભાવ પડશે તેની વિગતો પ્રસ્તુત છે.

મેષ
આ સમય મેષ રાશિના જાતકો માટે અતિ શુભ છે, જન્મ સમયે મંગળ જો મેષ રાશિમાં છે તો સ્વાસ્થ્ય ખુબ સારૂ રહેશે.

વૃષભ
આવક વૃધ્ધિમાં હજુ મુશ્કેલી રહેશે, એટલા માટે ખર્ચા પર કાબુ રાખવો, કોસ્મેટીકસ, જવેલરીનો વ્યવસાય કરનારા માટે સારો સમય રહેશે.

મિથુન
પિતા અને જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કાર્યક્ષેત્ર માટે સારૂ રહે, નવા વેપાર માટે માર્ચમાં આગળ વધવું.

કર્ક
ઋતુ સંબંધી બીમારીઓથી બચવું, ભાગ્યનો સાથ મળે જો કોઇ પોલીસ કેસ કે મુકદમો ચાલી રહ્યો હોય તો આ સમયે શાંત રહેવું અને અવસરની પ્રતિક્ષા કરવી.

સિંહ
આ સમય તમારા માટે ઉતમ છે, અચાનક ધન પ્રાપ્તિનો યોગ છે, દામ્પત્ય જીવન સુખમય રહેશે, વાણી પર સંમય રાખવો સારૂ ફળ મળે.

કન્યા
માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, જો નવી જમીન, મકાન કે ગાડી લેવી છે તો આ સમય ઉચિત નથી, યોગ-ધ્યાનમાં મન લગાવવું.

તુલા
પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા થઇ શકે છે, વેપાર અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ તથા પરિવારના કાર્યોમાં વ્યસ્તતા વધે.

વૃશ્ચીક
જો જન્મના સમયે લગ્નમાં મંગળ બેઠો છે, તો ધન પ્રાપ્તિ માટે સારો સમય છે, અભ્યાસ તથા પરીક્ષા માટે ઉત્તમ સમય છે, આ સમય વરદાનરૂપ બને.

ધન
આ સમય અવસરોથી ભરેલો જોવા મળે, જીવનસાથી તથા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ સાથેનો સંબંધ સારો રહે નવો વેપાર શરૂ કરી શકાય.

મકર
હોસ્પિટલનો ખર્ચો વધી શકે છે અથવા કોઇ પોલીસ કેસ પણ થઇ શકે છે, એટલા માટે સંયમમાં સમય વિતાવવો, રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા.

કુંભ
આ સમય જાતકના આવક વૃધ્ધિ માટે સારો છે, પદોન્નતિના યોગ છે.

મીન
આ રાશિના જાતકો માટે આ વર્ષ ખુબ જ સારૂ રહેશે, વેપારમાં સફળતા તથા સહકારી નોકરી મેળવવાના પુરા યોગ છે.


Related News

Loading...
Advertisement
Advertisement