કોટડાપીઠા-જસદણ માર્ગને ડબલ પટ્ટી પેવર રોડ બનાવવા લોકોની ઉગ્ર માંગ

13 January 2022 12:14 PM
Jasdan
  • કોટડાપીઠા-જસદણ માર્ગને ડબલ પટ્ટી પેવર રોડ બનાવવા લોકોની ઉગ્ર માંગ

કોટડાપીઠા તા.13
કોટડાપીઠા-જસદણ (વાયા ખાનપર) આ સીંગલ પટ્ટી રોડ જસદણ જવા માટે આ રોડ શોર્ટકર્ટ પડતો હોવાથી આ વિસ્તારનાં અનેક ગામડાનાં લોકોને રોજ સવાર પડે ને હીરા ઉદ્યોગ, હલર ઉદ્યોગ, પટારી ઉદ્યોગ તેમજ જસદણ એપીએમસી માલ વેચવા જવા જેવા કામો માટે જસદણ જવાનું થતુ હોય તેમજ આ રોડ ચોટીલા તથા અમદાવાદ બાયપાસને જોડતો શોર્ટકટ રસ્તો હોય અમરેલી-બાબરાથી આવતા વાહનોને ચોટીલા, વાંકાનેર જવા માટે આ રસ્તાનોજ ઉપયોગ કરતા હોય છે. હાલમાં આ રસ્તો સીંગલપટ્ટી હોવાથી અને ઠેર-ઠેર કોટડાપીઠા-ખાનપર વચ્ચે ઠેર ઠેર ખાડો પડી ગયો છે તેમજ અમુક જગ્યા એ રોડનું અસ્તિત્વ પણ રહ્યુ ન હોય ટ્રાફિકથી ધમધમે છે જેથી આ રોડને ડબલ પટ્ટી પેવર રોડ બનાવવા આ વિસ્તારનાં અનેક ગામડાનાં લોકોની માંગણી છે.


Loading...
Advertisement
Advertisement