બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કાલે વિવિધ ક્ષેત્રે પુણ્યદાન તથા પક્ષી બચાવ કામગીરી કરાશે

13 January 2022 12:19 PM
Botad
  • બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કાલે વિવિધ ક્ષેત્રે પુણ્યદાન તથા પક્ષી બચાવ કામગીરી કરાશે

બોટાદ,તા.13
બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તથા તેમના સામાજીક ધાર્મિક સંગઠનો જેવા કે... ગૌરક્ષક સમિતિ, સૂર્યસેના, કાઠીક્ષત્રીય સેના, ઈન્ટરનેશનલ જૈન પેગંબર ફાઉન્ડેશન, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાષ્ટ્રવંદનામંચ, વિશ્વસનાતન ધર્મ પરિસવાદ, તહેલકા ન્યુઝ, શિવસેના વિગેરે સંસ્થા સંગઠનો દ્વારા એક ગણુદાન-શહસ્ત્ર ગણા પૂન્યના પર્વ પ્રસંગે ગાયોને ઘાસ, કબુતરને ચણ, નાના ભુલકાઓને પતંગ દોરા, ગરીબ સાધુ બ્રાહ્મણો,ફકીરો વગેરે જરૂરીયાત મંદોને મિષ્ટાન યુકત ભોજન સાથે દાન દક્ષિણા અને ઠંડીથી રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવશેે.તા.12 થી 20 સુધી પક્ષ બચાવો અભિયાન શરૂ કરવામાં આવેલ હોય તો પતંગબાજોને વિનંતી કે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 પતંગો ન ચગાવવી કારણ કે તે સમય દરમીયાન પક્ષીઓ પોતાના માળામાં આવ-જાવ કરતા હોય તો ઘાયલ થવાની વધારે શકયતા હોય અને બોટાદ શહેરમાં કોઈ પણ જગ્યાએ જાડ-તાર કે મકાન ઉપર પક્ષી દોરાથી ઘુંચવાયેલ, ઘાયલ જણાય તો બોટાદના પક્ષીબચાઓ અભિયાનના અધ્યક્ષ સામતભાઈ જેબલીયાના મોબાઈલ નં.9824390133 તથા ઉપાધ્યક્ષ ગજુભાઈ ખાચર મો.6353052333,ભાવેશભાઈ પરમાર (ભોળાનાથ) મો.9724880555 ઉપર સંપર્ક કરી જાણ કરવાથી પક્ષી બચાઓ અભિયાનની ટીમ જે તે સ્થળે પહોંચી જશે અને ઘાયલ પક્ષીની સારવાર કરશે છતા વધુ ઈજા જણાશે તો બોટાદ મહાજન પાંજરાપોળમાં મુકી સારવાર કરાવવામાં આવશે બોટાદ શહેરમાં કોઈ પણ સાધુ બ્રાહ્મણને ધાબળાની જરૂરીયાત હોય તો ઉપરોકત નંબર ઉપર સંપર્ક કરવો


Loading...
Advertisement
Advertisement