રિયલ પતિ-પત્ની બન્યા બાદ હવે વિકી-કેટરીના ‘રીલ’માં જોડી બનાવશે !

13 January 2022 12:20 PM
Entertainment India
  • રિયલ પતિ-પત્ની બન્યા બાદ હવે વિકી-કેટરીના ‘રીલ’માં જોડી બનાવશે !

ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’માં પ્રથમવાર બન્ને સાથે ચમકે છે

મુંબઈ: ફિલ્મોમાં એકબીજા સાથે ન ચમકનાર કેટરીના કેફ અને વિકી કૌશલ હવે લગ્ન બાદ એક ફિલ્મમાં સાથે હીરો-હીરોઈન તરીકે ચમકશે. આ ફિલ્મનું નામ છે ‘જી લે જરા’.

અહેવાલો મુજબ આ ફિલ્મમાં કેટરીના ઉપરાંત આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા પણ ચમકી રહ્યા છે. હવે નવા રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં વિકી કૌશલ કેટરીના કેફનો પતિ બનશે.

આ પહેલી ફિલ્મ છે કે, જેમાં વિકી અને કેટરીના સૌ પ્રથમવાર સાથે કામ કરી રહ્યા છે. અગાઉ બન્નેએ કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું, આ ફિલ્મ એકટર-ડાયરેકટર ફરહાન અખ્તર બનાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement