પાલીતાણામાં ગુજરાત બહારના યાત્રિકો મોટી સંખ્યામાં આવી જતા કોરોનાને આમંત્રણ ! ગાઈડલાઈનના ધજીયા

13 January 2022 12:23 PM
Bhavnagar
  • પાલીતાણામાં ગુજરાત બહારના યાત્રિકો મોટી સંખ્યામાં આવી જતા કોરોનાને આમંત્રણ ! ગાઈડલાઈનના ધજીયા
  • પાલીતાણામાં ગુજરાત બહારના યાત્રિકો મોટી સંખ્યામાં આવી જતા કોરોનાને આમંત્રણ ! ગાઈડલાઈનના ધજીયા

ઉપધાન તપ, 99 યાત્રા સહિતના ચાલતા મહોત્સવમાં

(મેહુલ સોની) પાલીતાણા,તા. 13
પવિત્ર તીર્થનગરી પાલીતાણામાં ગુજરાત બહારના યાત્રિકો મોટી સંખ્યામાં આવેલ છે તેમજ રસોઇ અને પીરસવાનું કામ કરતા ઘાટીઓ પણ મોટી સંખ્યામાં આવેલ છે. ગુજરાત બહારથી પાલીતાણામાં આવતા લોકોનું કોઇ ચેકીંગ થતું નથી કે કોઇ તપાસ થતી નથી. આથી પાલીતાણામાં કોરોના ઘુસશે તેવી દહેશત સેવાઈ રહી છે. જાણવા મળેલ માહિતી મુજબ એક કોરોના કેસની પાલીતાણામાં એન્ટ્રી થઇ ગયેલ છે. તેમજ વાયરલ ઇન્ફેકશનના દર્દીઓ પણ વધી રહ્યા છે.

પાલીતાણામાં કોરોના કેસને અટકાવવા વહીવટી તંત્રને ભલે ચિંતા ન હોય પરંતુ કોરોના કહેરની ચિંતા લોકોમાં વધી છે. વહીવટી તંત્ર હજુ ઉંઘમાંથી જાગતુ નથી. કોરોનાને અટકાવવા તંત્ર દ્વારા કયા પગલા લેવામાં આવનાર છે. તેની મીડીયા બ્રીફ આપવામાં આવતી નથી. જ્યાં સુધી લોકો સુધી સાચી માહિતી અને જાણકારી નહીં પહોંચે ત્યાં સુધી લોકોને કોરોનાની ગંભીરતા કેવી રીતે સમજાશે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.

કોરોનાને ડરના કારણે સામાન્ય લોકો સામાન્ય રોગના દર્દીઓ હાલ હોસ્પિટલમાં દવા લેવા જવાનું ટાળી રહ્યા છે. અને મેડીકલ સ્ટોરમાંથી દવા લઇ સારવાર કરી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર કોરોનાને અટકાવવા જુદા જુદા પગલા લઇ રહેલ છે. ત્રીજી લહેર આવી ગઇ છે. છતા તળેટી રોડ ઉપર જૈન ધર્મશાળાઓમાં ખુલ્લેઆમ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઇ રહેલ છે.

વાવપથક ધર્મશાળા, સાંચોરી ભવન, નિલમ વિહાર, કસ્તુરધામ, બેંગ્લોર ધર્મશાળા, પન્નારુપા ધર્મશાળા, કચ્છ વાગડ ધર્મશાળા, ભુરીબા ધર્મશાળા, સમદડી ધર્મશાળા, જાલોર ધર્મશાળા, ચેન્નઇભવન, સુણતર ભવન વગેરે ધર્મશાળાઓમાં ઉપધાન તપ, 99 યાત્રા વગેરે કાર્યક્રમો શરુ છે. પન્નારુપા ધર્મશાળા, જાલોર ધર્મશાળાની મુલાકાત લેતા સરકારી ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યફો છે. પ્રવચન સાંભળવા મોટી સંખ્યામાં આરાધકો હતા. માસ્ક પણ પહેરેલ ન હતા.

સોશ્યલ ડીસ્ટન્સીંગનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે. હોલની અંદર ખીચોખીચ માણસો ભરેલા હતા. જે જે ધર્મશાળાઓમાં હાલમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યાં સરકારની કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજીયા ઉડાવી રહ્યા છે. અમુક ધર્મશાળાઓમાં 700 થી 800 આરાધકો જોવા મળે છે. ઠએક તરફ સરકાર લોકોને કોરોના સંક્રમણથી બચવા મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે પાલીતાણામાં સરકારી ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે ત્યારે તેની સામે તંત્ર કોઇ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.


Loading...
Advertisement
Advertisement